ઘરડાં ન થવાની દવાઓના કારણે આવ્યો હતો કાર્ડિયાક અરેસ્ટ? શેફાલી જરીવાલા મોત મામલે મોટો ખુલાસો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Shefali Jariwala Death: અભિનેત્રી શેફાલી જરીવાલાના મૃત્યુ મામલે ચોંકાવનારો ખુલાસો થયો છે. પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે, શેફાલી છેલ્લા સાતથી આઠ વર્ષથી નિયમિતપણે એન્ટી-એજિંગ (વૃદ્ધત્વને અટકાવતી) દવાઓનું સેવન કરી રહી હતી. 27 જૂનના રોજ, તેના ઘરે પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેના કારણે શેફાલી ઉપવાસ પર હતી. ઉપવાસ પર હોવા છતાં તેણે તે દિવસે એન્ટી-એજિંગ ઇન્જેક્શન લીધું હતું. આ દવાઓના કારણે તેને કાર્ડિયાક અરેસ્ટ આવ્યો હોવાનું પ્રારંભિક તારણ મેળવાયું છે.
વર્ષો પહેલાં ડૉક્ટરની સલાહ પર શેફાલી એન્ટી-એજિંગ દવાઓ લઈ રહી હતી. દર મહિને આ સારવાર લઈ રહી હતી. પોલીસને શંકા છે કે આ દવાઓ પણ તેના અચાનક મૃત્યુનું એક મોટું કારણ હોઈ શકે છે, જેના કારણે કાર્ડિયાક અરેસ્ટ થયો હતો.
રાત્રે અચાનક તબિયત બગડી
રાત્રે 10 થી 11 વાગ્યાની વચ્ચે શેફાલીની તબિયત અચાનક બગડી હતી. તેનું શરીર ધ્રુજવા લાગ્યું હતું અને તે બેભાન થઈ ગઈ હતી. તેને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. ઘટના સમયે શેફાલીના પતિ પરાગ, માતા અને કેટલાક અન્ય સભ્યો ઘરે હાજર હતા. ફોરેન્સિક ટીમે તેના ઘરમાંથી વિવિધ પ્રકારની દવાઓ જપ્ત કરી છે, જેમાં એન્ટિ-એજિંગ દવાઓ, વિટામિન સપ્લિમેન્ટ્સ અને ગેસ્ટ્રિક સંબંધિત ગોળીઓ સમાવિષ્ટ છે. અત્યાર સુધીમાં પોલીસે આ કેસમાં આઠ લોકોના નિવેદનો નોંધ્યા છે, જેમાં પરિવારના સભ્યો, ઘરના નોકરો અને બેલેવ્યુ હોસ્પિટલના ડોક્ટર્સનો સમાવેશ થાય છે.
પોસ્ટમોર્ટમ રિપોર્ટના આધારે કાર્યવાહી
તપાસ દરમિયાન કોઈ પણ પ્રકારના વિવાદ કે ઝઘડાના કોઈ સંકેત નથી. પોલીસ અને ફોરેન્સિક ટીમ હવે પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને દવાઓની લેબ તપાસના આધારે આગળની કાર્યવાહી કરી રહી છે, જેથી મૃત્યુનું સાચું કારણ જાણી શકાય. આ કેસમાં તપાસ ચાલી રહી છે અને ટૂંક સમયમાં સંપૂર્ણ રિપોર્ટ બહાર આવવાની અપેક્ષા છે.
તમને જણાવી દઈએ કે, શેફાલીને ગુરુવારે મોડી રાત્રે 27 થી 28 જૂન દરમિયાન કાર્ડિયાર્ક અરેસ્ટ આવ્યો હતો. તેને મુંબઈની બેલેવ્યુ મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી હતી. શેફાલી જરીવાલા 2002માં 'કાંટા લગા' ના રિમિક્સ સોંગથી પ્રચલિત થઈ હતી. આ ગીતને કારણે, તે 'કાંટા ગર્લ' તરીકે પ્રખ્યાત થઈ હતી. તેના ચાહકોની સંખ્યા પણ વધી હતી.









