15 વર્ષ સુધી શેફાલી જરીવાલાએ આ બીમારીનો સામનો કર્યો, કરિયર પણ ચોપટ થઈ ગયું હતું
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Shefali Jariwala Death: કાંટા લગા... ગીતને કારણે પ્રસિદ્ધ થઈ ચૂકેલી જાણીતી અભિનેત્રી અને મોડેલ શેફાલી જરીવાલાનું હાર્ટએટેકને કારણે નિધન થઇ ગયું છે. આ અહેવાલ બાદથી બોલિવૂડમાં શૉકનો માહોલ છવાયો છે. ચાહકો અને સેલેબ્સ તમામ માટે આ સમાચાર પર વિશ્વાસ કરવો મુશ્કેલ થઈ રહ્યો છે. આ શોકિંગ ન્યૂઝ બાદ કાંટા લગા સ્ટારનું એક જૂનું ઈન્ટરવ્યુ વાયરલ ઈ રહ્યું છે. આ ઈન્ટરવ્યુમાં તેણે પોતાની હોલ્થ સ્ટ્રગલ અને પોતાના કરિયરથી પીછેહઠના કારણો અંગે ખુલીને વાત કરી હતી.
15 વર્ષની ઉંમરથી એપીલેપ્સીથી પીડાઈ રહી હતી
એક ઈન્ટરવ્યુમાં શેફાલી જરીવાલાએ ખુલાસો કર્યો હતો કે, હું 15 વર્ષની ઉંમરથી જ એપીલેપ્સીથી પીડાઈ રહી હતી. મને 15 વર્ષની ઉંમરે એપીલેપ્સીનો હુમલો આવ્યો હતો. મને યાદ છે કે તે સમયે મારા પર અભ્યાસને લઈને ખૂબ દબાણ હતું. તણાવ અને ચિંતા હુમલાનું કારણ બની શકે છે. તે એકબીજા સાથે જોડાયેલું છે, ડિપ્રેશનને કારણે તમને હુમલા આવી શકે છે.'
એપીલેપ્સીના કારણે આત્મવિશ્વાસ ઘટ્યો
એક્ટ્રેસે સ્પષ્ટ જણાવ્યું હતું કે, આ પરિસ્થિતિએ મારો આત્મવિશ્વાસ અને કામ કરવાની ક્ષમતાને કેવી રીતે પ્રભાવિત કરી હતી. તેણે કહ્યું હતું કે, મને ક્લાસિસમાં, સ્ટેજની પાછળ, રસ્તા પર અને ગમે ત્યારે ગમે ત્યાં હુમલા આવતા હતા, જેના કારણે મારો સેલ્ફ કોન્ફિડન્સ ઘટી ગયો.
બીમારીના કારણે કરિયર પણ ચોપટ થઈ ગયું
કાંટા લગા... પછી પોતાના કરિયર એપીલેપ્સીના હુમલાની પડેલી અસર વિશે વાત કરતાં શેફાલીએ કહ્યું હતું કે, 'કાંટા લગા કર્યા પછી લોકોએ મને પૂછ્યું કે હું કેમ વધારે કામ નથી કરતી. હવે હું કહી શકું છું કે હુમલાના કારણે જ હું વધારે કામ કરી શકતી નહોતી. મને ખબર નહોતી કે મને ફરી પાછો ક્યારે હુમલો આવી જશે. આ 15 વર્ષ સુધી ચાલ્યું.'
9 વર્ષથી શેફાલીની બીમારી સારી થઈ ગઈ હતી
આ જ ઈન્ટરવ્યુમાં શેફાલીએ ગર્વથી જણાવ્યું હતું કે, 'હું નવ વર્ષથી હુમલાથી થઈ ગઈ છું. તેણે પોતાની રિકવરીનું ક્રેડિટ ઓવરઓલ કેર ઓપ ઈમોશનલ સપોર્ટને આપ્યુ હતું. એક્ટ્રેસે કહ્યું હતું કે, મને મારા પર ગર્વ છે કારણ કે મેં મજબૂત સપોર્ટ સિસ્ટમની મદદથી મારા ડિપ્રેશન, પેનિક એટેક અને એગ્ઝાઈટીને કુદરતી રીતે મેનેજ કર્યું છે.'
કાંટા લગા સોંગને કારણે પ્રસિદ્ધિ મળી હતી
શેફાલી જરીવાલાએ પોતાના શાનદાર અભિનય અને સુંદરતાથી દર્શકોના દિલ જીતી લીધા. 2002માં રિલીઝ થયેલા આઇકોનિક મ્યુઝિક વિડીયો 'કાંટા લગા'માં તેના નૃત્યે તેને રાતોરાત પ્રખ્યાત બનાવી દીધી. શેફાલીનો ગ્લેમરસ લુક, ઘણી જગ્યાએ ટેટૂ, કમરમાં બેલી બટન, પિયર્સિંગ અને આધુનિક પોશાક પહેરવાથી તે 'કાંટા લગા ગર્લ' તરીકે પ્રખ્યાત થઈ. આ મ્યુઝિક વિડીયો પ્રખ્યાત થયા પછી દેશમાં રિમિક્સ સંગીતનો એક નવો યુગ શરૂ થયો હતો.








