Entertainment

શરવરી વાઘ અને વેદાંગ રૈના પ્રેમમાં હોવાની ચર્ચા

By GS Team
15 Mar 20261 min read
શરવરી વાઘ અને વેદાંગ રૈના પ્રેમમાં હોવાની ચર્ચા

- પહેલાં શરવરી સની કૌશલ સાથે ડેટ કરી રહી હતી

મુંબઇ : શરવરી વાઘ અને વૈદાંગ રૈના ઇમ્તિયાઝ અલીની ફિલ્મ વાપસ આઉંગામાં સાથે કામ કરતા કરતા પ્રેમમાં પડી ગયાની ચર્ચા છે.શૂટિંગ દરમિયાન બન્નેને એકબીજાની કંપની ફાવી ગઇ હતી. ઇન્ડસ્ટ્રીના ઇનસાઇડરના અનુસાર, વેદાંગ રૈના અને   શરવરી વાઘ એકબીજાને ડેટ કરી રહ્યા છે. બન્ને પોતાની નવી ફિલ્મના શૂટિંગ દરમિયાન એકબીજાના નજીક આવ્યા હતા. 

એક રિપોર્ટના અનુસાર, વેદાંગ રૈના અને શરવરી વાધની મુલાકાત વાપસ આઉંગના સેટ પર થઇ હતી. પછીથી ધીરે ધીરે તેઓ એકબીજાની નજીક આવી ગયા હતાઅને એકબીજાની કંપની પસંદ પડી હતી. તેઓ ડેટ કરી રહ્યા છે તેવો પણ રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો. 

શરવરી વાઘ અને વેદાંગ રૈનાનું બન્ને પોત-પોતાના પ્રેમીથી બ્રેકઅપ થઇ ચુક્યું છે. શરવરી વાઘ સની કૌશલને પ્રેમ કરતી હતી અને તેમનું બ્રેકઅપ થઇગયું. જ્યારે વેદાંગ રૈના અને ખુશી કપૂર ડેટ કરી રહ્યા હતા પરંતુ તેમનું પણ બ્રેકઅપ થઇ ગયું. હવે આ બન્નેએ એકબીજાની કંપની શોધી લીધી છે અને જીવનમાં પોતાના બ્રેકઅપ ભુલાવીને આગળ વધી રહ્યા છે.