Entertainment

સ્ટુડન્ટ ઓફ ધ યર-૩માં શનાયા કપૂર ડબલ રોલમાં

By GS Team
9 Sep 20261 min read
TukuTouch Logo
કરણ જોહરની 'સ્ટુડન્ટ ઓફ ધ યર 3' વેબ સિરીઝ તરીકે રજૂ થશે. રીમા માયા નિર્દેશિત આ ડાર્ક અને બોલ્ડ સિરીઝમાં શનાયા કપૂર બેવડી ભૂમિકામાં જોવા મળશે. શનાયાની અભિનય ક્ષમતા અંગે પ્રશ્નાર્થ હોવા છતાં, કરણ જોહરે તેને ડબલ રોલ આપતા ચાહકોમાં આશ્ચર્ય સર્જાયું છે. 6 ભાગમાં બનનારી આ સિરીઝ આ વર્ષે જ રિલીઝ થશે.

Summarized by AI; it may make mistakes. Check important info

સ્ટુડન્ટ ઓફ ધ યર-૩માં શનાયા કપૂર ડબલ રોલમાં
  • ડાર્ક અને બોલ્ડ વેબ સિરિઝ બનશે
  • શનાયાની એક્ટિંગના ઠેકાણાં નથી છતાં પણ કરણ જોહરે ડબલ રોલ આપતાં આશ્ચર્ય

મુંબઈ : કરણ જોહરની 'સ્ટુડન્ટ ઓફ ધ યર'નો ત્રીજો ભાગ ફિલ્મ નહીં પણ ડાર્ક અને બોલ્ડ વેબ સીરિઝ તરીકે દર્શાવવામાં આવશે. સ્ટુડન્ટ ઓફ ધ યર ૩માં શનાયા કપૂર બેવડી ભૂમિકા ભજવતી જોવા મળશે. આ વેબ સિરિઝનું નિર્દેશન રીમા માયા કરી રહી છે.
શનાયા અત્યાર સુધીમાં એક્ટિંગ બાબતે કોઈ છાપ છોડવામાં નિષ્ફળ ગઈ છે. આમ છતાં પણ કરણ જોહરે તેને ડબલ રોલ આપવાનું જોખમ ખેડતાં ચાહકોમાં આશ્ચર્ય સર્જાયું છે.
૨૦૧૨માં આવેલી પ્રથમ 'સ્ટુડન્ટ ઓફ ધ યર' ફિલ્મ દ્વારા વરૂણ ધવન, આલિયા ભટ્ટ અને સિદ્ધાર્થ મલ્હોત્રાની એન્ટ્રી થઇ હતી. આ ફિલ્મનું નિર્દેશન કરણ જોહરે કર્યું હતું. એ પછી બીજો ભાગ ૨૦૧૯માં આવ્યો હતો.
શનાયા કપૂરની ફિલ્મ 'તુ યા મેં 'આ વર્ષે જ રજૂ થઇ હતી. હવે છ ભાગમાં બની રહેલી તેની વેબ સીરિઝ 'સ્ટુડન્ટ ઓફ ધ યર ૩' આ જ વર્ષે રીલિઝ કરાશે.