Entertainment

શાહરુખની સંપત્તિ 2490 કરોડ ઘટી છતાં સૌથી શ્રીમંત સેલેબ્સમાં ટોપ પર

By GS Team
25 Sep 20261 min read
TukuTouch Logo
મુંબઈ: 'ધ હુરુન ઇન્ડિયા રિચ લિસ્ટ'માં શાહરૂખ ખાને 10,000 કરોડની કમાણી સાથે પ્રથમ સ્થાન જાળવી રાખ્યું છે. 4000 કરોડની સંપત્તિ સાથે અમિતાભ બચ્ચન બીજા સ્થાને અને સલમાન ખાન 3000 કરોડ સાથે પ્રથમવાર આ યાદીમાં સામેલ થયા છે. જોકે, જુહી ચાવલા અને કરણ જોહરની આ યાદીમાંથી બાદબાકી થઈ છે. નિર્માતાઓમાં નરેશ મલ્હોત્રા 16,000 કરોડ સાથે પ્રથમ ક્રમે છે.

Summarized by AI; it may make mistakes. Check important info

શાહરુખની સંપત્તિ 2490 કરોડ ઘટી છતાં સૌથી શ્રીમંત સેલેબ્સમાં ટોપ પર
  • લિસ્ટમાં સલમાનની એન્ટ્રી, જુહી ચાવલાની બાદબાકી
  • અમિતાભની સંપત્તિ વધીને ૪૦૦૦ કરોડ થતાં શાહરુખ પછી બીજા સ્થાને

મુંબઇ : આ વર્ષે ૨૪૯૦ કરોડ રૂપિયાની કમાણી ઘટવા છતાં ૧૦,૦૦૦ કરોડ રૂપિયાની કમાણી કરી બોલિવૂડના સુપરસ્ટાર શાહરૂખ ખાને ધ હુરૂન ઇન્ડિયા રીચ લિસ્ટમાં પહેલો નંબર જાળવી રાખ્યો છે. ૨૦૨૫ના લિસ્ટમાં શાહરૂખની કમાણી ૧૨,૪૯૦ કરોડ રૂપિયા જણાવાઇ હતી. આ રિચ લિસ્ટમાં બીજા ક્રમે ૪૦૦૦ કરોડ રૂપિયાની કમાણી સાથે અમિતાભ બચ્ચન છે. અમિતાભની સંપત્તિમાં ૧૬૩૦ કરોડનો વધારો થયો છે. એ પછી ૩૦૦૦ કરોડ રૂપિયાની કમાણી સાથે સલમાનખાનનો ક્રમ આવે છે. સલમાન ખાનનો આ પહેલીવાર યાદીમાં સમાવેશ થયો છે. એ પછી ૨૫૦૦ કરોડ રૂપિયાની કમાણી કરનાર હ્ય્િતિક રોશનનો નંબર આવે છે. જો કે, આ વર્ષે હુરૂન ઇન્ડિયા રિચ લિસ્ટમાંથી ૧૮૮૦ કરોડ રૂપિયાની કમાણી કરનારા કરણ જોહર અને ૭૭૯૦ કરોડની કમાણી કરનારી જુહી ચાવલાની બાદબાકી થઇ ગઇ છે.
નિર્માતાઓમાં નરેશ મલ્હોત્રા ૧૬૦૦૦ કરોડ રૂપિયાની કમાણી સાથે પહેલાં નંબરે છે. તે રણબીર કપૂરની રામાયણ ફિલ્મના નિર્માતા નમિત મલ્હોત્રાના પિતા છે. તેમની સાથે લિસ્ટમાં ભૂષણ કુમાર, રોની સ્ક્રૂવાલા અને કલાનિધિ મરાનનો સમાવેશ કરવામાં આવ્યો છે.