Entertainment

શાહરૂખની કિંગ ૨૪ ડિસેમ્બરે રિલીઝ કરવામાં આવશે

By GS Team
26 Apr 20261 min read
શાહરૂખની કિંગ ૨૪ ડિસેમ્બરે રિલીઝ કરવામાં આવશે

- ફિલ્મસર્જકે ટીઝર રિલીઝ કરીને વિશેષ કેપ્શન પણ ઉમેર્યું

મુંબઇ : શાહરૂખ ખાન પુત્રી સુહાનાની કારકિર્દી માટે કિંગ ફિલ્મનું નિર્માણ કર્યું છે. અભિનેતા થિયેટર સુધી દર્શકોને લાવવા માટે પોતે મુખ્ય ભૂમિકા ભજવવાની સાથેસાથે ટોચના કલાકારોનો પણ ફિલ્મમાં સમાવેશ કર્યો છે. હાલમાં જ ફિલ્મસર્જકે કિંગ ફિલ્મની રિલીઝની નવા ટીઝર અને કેપ્શન સાથે ઘોષણા કરી છે. શાહરૂખની કિંગ ૨૪ ડિસેમ્બરના રોજ થિયેટરોમાં રિલીઝ કરવામાં આવશે. કિંગ ફિલ્મનુ દિગ્દર્શન સિદ્ધાર્થ આનંદનું છે. આ ફિલ્મમાં શાહરૂખ, સુહાના ઉપરાંત દીપિકા પદુકોણ, અભિષેક બચ્ચન, અનિલ કપૂર, અરશદ વારસી, સૌરભ શુક્લા, જયદીપ અહલાવત, રાણી મુખર્જી, જેકી શ્રોફ, અભય વર્મા અને રાઘવ જુયાલ સહિત અન્ય કલાકારો મહત્વના રોલમાં જોવા મળશે,

ફિલ્મમાં શાહરૂખ અને દીપિકા પદુકોણનો રોમેન્ટિક એન્ગલ હોવાનું કહેવાઇ રહ્યું છે.