Entertainment

સારા અર્જુનની મધુબાલાની બાયોપિક ઓટીટી પર આવશે

By GS Team
24 Apr 20261 min read
સારા અર્જુનની મધુબાલાની બાયોપિક ઓટીટી પર આવશે

- દિલિપ કુમાર, કિશોર કુમારના રોલ વિશે અટકળો  

- આલિયાની  ડાર્લિંગ ફિલ્મ બનાવનાર જસ્મીત કે રીન બાયોપિકનું દિગ્દર્શન કરશે

મુંબઇ : સંજય લીલા ભણશાલી નિર્મિત મધુબાલાની બાયોપિકને સીધી જ ઓટીટી પર રીલિઝ કરાશે. 'ધુરંધર'ની હિરોઈન સારા અર્જુન મધુબાલાનો રોલ ભજવી રહી હોવાનું કહેવાય છે. જ્યારે ફિલ્મમાં દિલીપ કુમાર તથા કિશોર કુમારના રોલ કોણ કરશે તે અંગે હજુ અટકળો છે.  આલિયા ભટ્ટની 'ડાર્લિંગ ' ફિલ્મ બનાવનાર જસ્મીત કે રીન આ  ફિલ્મનું દિગ્દર્શન કરશે. જસ્મીત છેલ્લા થોડા વરસોથી આ પ્રોજેક્ટ પર કામ કરી રહીહતી પરંતુ  તેને યોગ્ય બજેટ મળ્યું ન હતું. હવે  સંજય લીલા ભણશાળીએ નિર્માતા તરીકે જોખમ ઉઠાવ્યું છે.