Entertainment

કરીના સાથેની ફિલ્મનું ખુદ સંજય લીલા ભણશાળી દિગ્દર્શન નહીં કરે

By GS Team
3 Oct 20261 min read
TukuTouch Logo
મુંબઈ: કરીના કપૂર સંજય લીલા ભણશાળીના બેનર હેઠળની ફિલ્મમાં કામ કરશે, જેનું દિગ્દર્શન 'ખીચડી' ફેમ આતિશ કાપડિયા કરશે. ભણશાળી 'લવ એન્ડ વોર' બાદ આ પ્રોજેક્ટનું નિર્માણ કરશે. અગાઉ 2013માં 'રામલીલા' માટે કરીનાની પસંદગી થઈ હતી, પરંતુ મતભેદોને કારણે દીપિકા પદુકોણે કામ કર્યું હતું. આમ, વર્ષો પછી કરીનાને ભણશાળીના બેનરમાં કામ મળ્યું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

કરીના સાથેની ફિલ્મનું ખુદ સંજય લીલા ભણશાળી દિગ્દર્શન નહીં કરે
  • સંજય લીલા ભણશાળી માત્ર પ્રોડયૂસર રહેશે
  • ફિલ્મનું દિગ્દર્શન ખિચડીથી જાણીતા આતિશ કાપડિયાને સોંપાયુ

મુંબઇ : કરીના કપૂર અને સંજય લીલા ભણશાળી જે ફિલ્મ માટે સહકાર સાધી રહ્યા છે તેનું નિર્દેશન આતિશ કાપડિયા કરશે. સંજય લીલા ભણશાળી તેમની 'લવ એન્ડ વોર' ફિલ્મનું કામ પુરું થયા બાદ આ પ્રોજેક્ટને નિર્માતા તરીકે હાથ ધરી પ્રિ-પ્રોડકશનનું કામ શરૂ કરશે.
આમ વર્ષો પછી કરીનાને સંજય લીલા ભણશાળીના બેનરમાં કામ તો મળ્યું છે પરંતુ તે સંજય લીલા ભણશાળીના દિગ્દર્શન હેઠળની ફિલ્મમાં કામ કરવાની નથી. આતિશ કાપડિયા ટીવી પર સફળ કોમેડી શો બનાવવા માટે જાણીતાં છે. તેમની ફિલ્મ 'ખીચડી: ધ મૂવી' પણ ૨૦૧૦માં આવી હતી. 'સારાભાઇ વર્સીસ સારાભાઇ' અને 'બા બહુ ઔર બેબી' નામના સફળ કોમેડી ટીવી શોનું લેખન-નિર્દેશન આતિશ કાપડિયાના નામે બોલે છે. સંજય લીલા ભણશાળીએ પહેલીવાર શાહરૂખખાનની સાથે 'દેવદાસ'માં કરીનાને ચમકાવવાની અને તે પછી ૨૦૧૩માં પણ કરીના કપૂર સાથે કામ કરવાની તૈયારી કરી હતી.
૨૦૧૩માં 'ગોલિંયો કી રાસલીલા-રામલીલા'માં પણ કરીના કપૂરને લેવા માટે તૈયારી કરવામાં આવી હતી પણ કોન્ટ્રેક્ટમાં અને શેડયુઅલમાં મતભેદો પડતાં છેલ્લી ઘડીએ આ ફિલ્મમાં કરીનાના સ્થાને લીલાની ભૂમિકામાં દીપિકા પદુકોણને લેવામાં આવી હતી.