- આ તમામ ફિલ્મો લો બજેટની હશે
- સાઉથ કે બોલિવુડના સ્થાપિત કલાકારોને બદલે નવોદિતોને તક આપશે
મુબઇ : સંદીપ રેડ્ડી વાંગા પોતાના પ્રોડકશન હાઉસ દ્વારા ત્રણ નવી ફિલ્મો શરુ કરવાની તૈયારીમાં છે. આ ફિલ્મોનું બજેટ પ્રમાણમાં ઓછું હશે. આ ફિલ્મોમાં તે બોલિવુડ કે સાઉથના જાણીતા કલાકારોને લેવાને બદલે નવોદિતોને તક આપવાનો છે.
બે ફિલ્મો ક્રાઈમ સ્ટોરી ધરાવતી હશે જ્યારે ત્રીજી ફિલ્મ નાના ગામની લવસ્ટોરી હશે તેમ કહેવાય છે. આ રોમાન્ટિક ફિલ્મનું દિગ્દર્શન સંદીપ રેડ્ડી વાંગાનો સહાયક વેણુ કરી રહ્યો છે. ફિલ્મનું શૂટિંગ પણ શરુ થઈ ગયું છે.


