Entertainment
એટલીની નવી ફિલ્મમાં અલ્લુ અર્જુન સાથે સામંથા
By GS Team
3 Apr 20241 min read
This article was originally published on 3 Apr 2024

મુંબઇ : ફિલ્મ 'પુષ્પા'ના સુપરહિટ સોંગ 'ઓ અંટવા'માં સામંથા અને અલ્લુ અર્જુન સાથે ડાન્સ કરતા દેખાયાં હતાં. જોકે, તે પહેલાં તેઓ 'સન ઓફ સત્યમૂર્તિ' ફિલ્મમાં જોડી બનાવી ચૂક્યાં છે. હવે શાહરુખ ખાનની ફિલ્મ 'જવાન'ના દિગ્દર્શક એટલીની આગામી ફિલ્મમાં ફરી સામંથા અને અલ્લુ અર્જુનની જોડી જોવા મળે તેવી સંભાવના છે.
એટલી પોતાની સ્ટાઈલ અનુસાર હાઈ પિચ એન્ટરટેઈનર એક્શન ફિલ્મનું પ્લાનિંગ કરી રહ્યો છે. અલ્લુ અર્જુન સાથે બે હિરોઈનનું કાસ્ટિંગ કરાશે. તેમાંથી એક હિરોઈન સામંથા હોવાનું જાણવા મળ્યું છે. ફિલ્મનું શૂટિંગ આગામી ઓક્ટોબરથી શરુ થઈ શકે છે.




