Entertainment

સલમાનની માતૃભૂમિ સેન્સરમાં અટવાઈ, ચીનમાં પણ વિરોધવંટોળ

By GS Team
4 Jul 20261 min read
TukuTouch Logo
સલમાન ખાનની આગામી ફિલ્મ 'માતૃભૂમિ' સેન્સર બોર્ડમાં અટવાઈ છે. વિદેશ મંત્રાલયના વાંધાને કારણે ફિલ્મની રિલીઝ સતત પાછળ ઠેલાઈ રહી છે. અગાઉ 'બેટલ ઓફ ગલવાન' નામ હતું, જેમાં ચીન અંગેના ઉલ્લેખોથી ભારત-ચીન સંબંધો પર અસર થવાની ચિંતા હતી. હવે સેન્સર બોર્ડે પ્રમાણપત્ર અટકાવી રાખ્યું છે, જેથી ઓગસ્ટમાં પણ ફિલ્મ રિલીઝ થશે કે કેમ તે અંગે શંકા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

સલમાનની માતૃભૂમિ સેન્સરમાં અટવાઈ, ચીનમાં પણ વિરોધવંટોળ

વિદેશ મંત્રાલયના વાંધાથી મંજૂરી અટકી
ફિલ્મ હવે આગામી ઓગસ્ટની રીલિઝ ડેડલાઈન પણ સાચવી શકશે કે કેમ તે અંગે અટકળો

મુંબઈ : સલમાનખાનની આગામી ફિલ્મ 'માતૃભૂમિ' સેન્સર બોર્ડમાં અટવાઇ હોવાથી તેની રીલિઝ સતત પાછળ ઠેલાઈ રહી છે. હવે આ ફિલ્મ આગામી ઓગસ્ટમાં પણ રીલિઝ થઈ શકશે કે કેમ તે અંગે શંકા સેવાય છે. અગાઉ 'બેટલ ઓફ ગલવાન' નામ ધરાવતી ફિલ્મમાં ચીન અંગેના ઉલ્લેખોથી ભારત અને ચીન વચ્ચેના સંબંધો પર અસર પડશે તેમ જણાવી ફિલ્મનું ટાઈટલ તથા અનેક સંવાદો અને દ્રશ્યો બદલવાની ફરજ બદલવાની ફરજ પાડવામાં આવી હોવાનું કહેવાય છે. હવે ફિલ્મનું નામ બદલીને 'માતૃભૂમિ' કરવામાં આવ્યું છે. હવે સેન્ટ્રલ બોર્ડ ઓફ સર્ટિફિકેશન-સીએનબીસી-એ વધુ આદેશ આપવામાં ન આવે ત્યાં સુધી તેના પ્રમાણપત્રને અટકાવી રાખવામાં આવ્યું હોવાનું જણાવ્યું છે.
બીજી તરફ ફિલ્મનું ટીઝર રીલિઝ થયા બાદ ચીનમાં પણ તેની સામે વિરોધ વંટોળ જાગ્યો છે. ચીનના સોશ્યલ પ્લેટફોર્મ વેઇબો પર ટીકાનો વરસાદ થતાં વિદેશ મંત્રાલયે આ મામલે જાન્યુઆરીમાં ચોખવટ કરી જણાવ્યું હતું કે ફિલ્મના મામલે અમારી કોઇ ભૂમિકા નથી. જે તે ઓથોરિટી દ્વારા તેની મંજૂરી આપવામાં આવે છે. હવે સેન્સર બોર્ડે તેની મંજૂરી અટકાવી રાખી છે.