Entertainment

સલમાનની માતૃભૂમિ ફિલ્મને હજુ સંરક્ષણ મંત્રાલયની મંજૂરી બાકી

By GS Team
16 Apr 20261 min read
સલમાનની માતૃભૂમિ  ફિલ્મને હજુ સંરક્ષણ મંત્રાલયની મંજૂરી બાકી

- ફિલ્મની રીલિઝ વધુ પાછી ઠેલાઈ શકે 

- સલમાનને ચીન વિરોધી ઉલ્લેખો કાઢી નાખવા કહેવાયું હોવાની ચર્ચા

મુંબઇ : સલમાન ખાનની 'માતૃભૂમિ : મેં વોર રેસ્ટ ઇન પીસ'ની રીલિઝ વધુ પાછળ ઠેલાય તેવી સંભાવના છે. 

હજુ આ ફિલ્મને સંરક્ષણ મંત્રાલયની મંજૂરી બાકી છે. સંરક્ષણ મંત્રાલય દ્વારા લીલીઝંડી મળ્યા બાદ જ સેન્સર બોર્ડ તેને સર્ટિફિકેટ મુદ્દે વિચારશે. 

અગાઉ એવા અહેવાલો હતા કે મૂળ ગલવાન ખીણની લડાઈ પરની આ ફિલ્મમાં  સલમાનને વાર્તામાં અનેક ફેરફારો કરવાનું કહેવામાં આવ્યું છે. ખાસ કરીને ગલવાન લડાઈ બાદ ભારત અને ચીનના સંબંધોમાં સુધારો થયો હોવાથી તેને ચીન વિરોધી ઉલ્લેખો કાઢી નાખવાનું કહેવાયું હોવાની ચર્ચા છે.  તેના કારણે ફિલ્મની સ્ટોરીમાં કેટલાક ફેરફારો કરવા પડયા છે. 

આ ઉપરાંત કેટલાંય દ્રશ્યો રિશૂટ કરવાં પડયાં છે. આ કારણોસર જ ફિલ્મનું ટાઈટલ પણ 'બેટલ ઓફ ગલવાન'ને બદલે 'માતૃભૂમિઃ મે વોર રેસ્ટ ઈન પીસ' કરાયું હોવાનું કહેવાય છે. જોકે, આ તમામ બાબતો અંગે કોઈ કન્ફર્મેશન અપાયું નથી.