સલમાનખાનની આગામી ફિલ્મ માતૃભૂમિ સેન્સર બોર્ડને સુપરત કરવામાં જ આવી નથી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

સેન્સર બોર્ડે ફિલ્મને મંજૂરી ન આપી હોવાની વાત ખોટી
સલમાને સત્તાવાર નિવેદન કરી સેન્સરનું પ્રમાણપત્ર અટક્યુ હોવાના અહેવાલોને પાયાવિહોણા ગણાવ્યા
મુંબઈ : સલમાનખાનની આગામી ફિલ્મ માતૃભૂમિ સેન્સર બોર્ડમાં અટવાઇ હોવાના અહેવાલોને નકારી કાઢવામાં આવ્યા છે. સલમાનખાન ફિલ્મ્સ દ્વારા આ મામલે સોશ્યલ મિડિયા પર નિવેદન જારી કરી જણાવવામાં આવ્યું હતું કે માતૃભૂમિઃ મે વોર રેસ્ટ ઇન પીસ ફિલ્મને સેન્સર બોર્ડ સાથે વાકું પડયુ છે કે ફિલ્મના પ્રમાણપત્રને અટકાવી રાખવામાં આવ્યું હોવાના અહેવાલો ખોટા છે. ફિલ્મને હજી પ્રમાણપત્ર મેળવવા માટે સેન્સર બોર્ડને સુપરત કરવામાં આવી નથી. તેથી આવા અહેવાલો પાયાવિહોણાં છે. ફિલ્મ વિશેની સત્તાવાર માહિતી સલમાનખાન ફિલ્મ્સ દ્વારા જારી કરવામાં આવશે.
જો કે પ્રોડકશન કંપનીએ ફિલ્મને ક્યારે સેન્સર બોર્ડ સમક્ષ મોકલવામાં આવશે તે બાબતે કોઇ ચોખવટ કરી નથી.
શરૂઆતમાં ફિલ્મને ૧૭ એપ્રિલે ઇદના તહેવાર અગાઉ રજૂ કરવાનું આયોજન હતું પણ બાદમાં તેને પંદર ઓગસ્ટના વીકએન્ડમાં રજૂ કરવામાં આવશે તેવી અટકળો ચાલી હતી. પ્રોડક્શન હાઉસે ફિલ્મને ક્યારે રિલિઝ કરવામાં આવશે તે અંગે કોઇ જાહેરાત કરી ન હોઇ અટકળો હજી ચાલશે.
ફિલ્મનું દિગ્દર્શન શૂટઆઉટ એટ લોખંડવાલા ફેમ અપૂર્વ લાખિયાએ કર્યું છે જ્યારે સંગીત હિમેશ રેશમિયાએ આપ્યું છે. ફિલ્મની હિરોઇન ચિત્રાંગદાસિંહ છે અને અભિલાષ ચૌધરી અને અંકુર ભાટિયા મહત્વની ભૂમિકામાં જોવા મળશે.









