બોડી શેમિંગ અંગે ભડક્યો સલમાન ખાન, ટ્રોલર્સને કહ્યું - અપશબ્દો અમે પણ બોલી શકીએ..
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Salman Khan Weekend Ka Vaar : ટીવીના મોસ્ટ પૉપ્યુલર રિયાલિટી શો ‘બિગ બોસ 20’ ના વીકેન્ડ કા વાર એપિસોડમાં ભારે હોબાળો જોવા મળ્યો હતો. શોના હોસ્ટ સલમાન ખાનનો ગુસ્સો નેશનલ ટીવી પર ફૂટ્યો હતો અને તેમણે સોશિયલ મીડિયા પર સેલેબ્સને ટ્રોલ કરનારાઓ તેમજ ફોટોગ્રાફર્સ (પેપરાજી) ની ભારે આલોચના કરી હતી. શો દરમિયાન સલમાને ખુલ્લેઆમ પોતાની નારાજગી વ્યક્ત કરી હતી અને ટ્રોલર્સને જડબાતોડ જવાબ આપ્યો હતો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાઇરલ થઈ રહ્યો છે.
કેટરીના શરીર અંગે ટિપ્પણીથી સલમાન દુ:ખી
ઘટનાની વિગતો મુજબ, તાજેતરમાં કેટરીના કૈફ અને વિક્કી કૌશલ અંબાણીના ગણેશોત્સવમાં સામેલ થયા હતા, ત્યારબાદ કેટલાક યુઝર્સે કેટરીનાના લુક્સને લઈને તેને ટ્રોલ કરી હતી. આ મુદ્દા પર વાત કરતા સલમાન ખાને ગુસ્સો વ્યક્ત કર્યો હતો કે લોકો અભિનેત્રીઓના લુક્સ, તેમના પરિવાર અને માતા બનવા પર ટિપ્સણી કરે છે અને ટ્રોલ કરે છે. સલમાને પોતાની વાત કરતા જણાવ્યું કે તે પોતે પણ 60 વર્ષના થઈ ગયા છે અને તેમને પણ લોકો બુઢા થઈ ગયા હોવાનું કહીને ટ્રોલ કરતા હોય છે. આ દરમિયાન ગુસ્સામાં સલમાને સેટ પર જ પોતાની ટીશર્ટ ઉતારીને કહ્યું કે હવે જોઈ લો અને પોતાનો મેકઅપ પણ હટાવી દીધો હતો.
ટ્રોલર્સ અને પેપરાજીની ઝાટકણી કાઢી
ટ્રોલર્સ ઉપરાંત સલમાન ખાનનો ગુસ્સો પેપરાજી પર પણ ફૂટ્યો હતો. તેમણે આલોચના કરતા કહ્યું કે કેટલાક ફોટોગ્રાફર્સ ખૂબ જ અજીબોગરીબ એંગલથી સેલેબ્સના ફોટા કે વીડિયો લેતા હોય છે. ગાડીમાં બેસતી વખતે કે ઉતરતી વખતે ખોટા એંગલથી ફોટો લેવામાં આવે છે, જે અનેક સેલેબ્સને અસહજ કરે છે. સલમાને કહ્યું કે ભલે કેટલાક લોકોને તેનાથી વાંધો ન હોય, પરંતુ જેમને આ બધું પસંદ નથી તેમની પ્રાઇવસીનું પણ ધ્યાન રાખવું જોઈએ.
અચાનક સલમાનની તબિયત લથડી
શોના અંતિમ ભાગમાં એક ચોંકાવનારો દ્રશ્ય પણ સામે આવ્યો છે, જેમાં સલમાન ખાનની તબિયત અચાનક બગડતી જોવા મળે છે. વીડિયોમાં જોઈ શકાય છે કે તબિયત બગડવા છતાં સલમાન શૂટિંગ ચાલુ રાખવા કહે છે, પરંતુ થોડી જ વારમાં તે છાતી પર હાથ રાખીને ફ્લોર પર બેસી જાય છે અને પાછળની તરફ પડી જાય છે. આ ઘટના સામે આવ્યા બાદ સલમાન ખાનના લાખો ફેન્સ તેમની તબિયતને લઈને ચિંતિત બની ગયા છે અને સોશિયલ મીડિયા પર તેમના જલદી સાજા થવા માટે પ્રાર્થના કરી રહ્યા છે.




