સલમાન ખાને ભારત-પાક. સીઝફાયર અંગે પોસ્ટ કરી મિનિટોમાં જ ડિલીટ કરી દેતાં ટ્રોલ...
Salman Khan: ભારત અને પાકિસ્તાન દ્વારા નિયંત્ર રેખા (LoC) પર છેલ્લાં ઘણાં દિવસોથી તણાવ બાદ યુદ્ધવિરામની જાહેરાત થતા બોલિવૂડ એક્ટર સલમાન ખાને સોશિયલ મીડિચા પર રાહતની પોસ્ટ શેર કરી છે. એક્ટરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર લખ્યું કે, 'યુદ્ધવિરામ માટે ઈશ્વરનો આભાર.' જોકે, સલમાન ખાને બાદમાં આ પોસ્ટ ડિલીટ કરી દીધી. જોકે, નેટિઝન્સે હવે યુદ્ધવિરામ પર પ્રતિક્રિયા આપવા અને 'ઓપરેશન સિંદૂર' પર ચુપ્પી સાધવાના કારણે એક્ટરની ટીકા કરી છે.
નેટિઝન્સે કરી ટીકા
એક યુઝરે લખ્યું, 'યુદ્ધવિરામ ત્યાં સુધી ચાલ્યું જ્યાં સુધી સલમાન ખાનની ફિલ્મ થિયેટરમાં ચાલી રહી હતી.' અન્ય એક યુઝરે લખ્યું, 'આ તમામ બોલિવૂડ એક્ટર શાહરૂખ ખાન, સલમાન ખાન, આમિર, રણબીર વગેરે પાકિસ્તાન/મધ્ય પૂર્વમાં ખૂબ ફેમસ છે. આ સ્ટાર્સે ગલ્ફ દેશોમાં મોટું રોકાણ કર્યું છે. તે જાણે છે કે, ભારતીય રાષ્ટ્રવાદીઓ દ્વારા તેમને અથવા તેમના વ્યાપારિક હિતને કોઈ નુકસાન નહીં પહોંચાડવામાં આવે. તેમને તેની કોઈ પરવા નથી.'
અન્ય એક નેટિઝન્સે લખ્યું કે, 'હું છેલ્લાં 15 વર્ષથી સલમાન ખાનનો ફેન હતો, પરંતુ આજથી હું તેને નફરત કરૂ છું. જ્યારે યુદ્ધ ચાલી રહ્યું હતું તો તેણે એકપણ વાર પોસ્ટ ન કરી પરંતુ, હવે જ્યારે તેને જાણ થઈ કે, યુદ્ધ ખતમ થઈ ગયું તો તેમણે ટ્વિટ કર્યું. તે દુશ્મનો સાથે મળીને ભારતને દગો આપે છે.'
પાકિસ્તાને કર્યું સીઝફાયરનું ઉલ્લંઘન
નોંધનીય છે કે, ભારત અને પાકિસ્તાનની વચ્ચે ચાલી રહેલા સૈન્ય તણાવ વચ્ચે યુદ્ધવિરામ પર સંમતિ બન્યાના થોડા જ કલાકો બાદ પાકિસ્તાને સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું અને જમ્મુ-કાશ્મીરની રાજધાની શ્રીનગરમાં જોરદાર વિસ્ફોટોનો અવાજ સંભળાયો.'