Entertainment

સૈફ અને પ્રિયંકાનું કોલબરેશન ફરી થતાં થતાં રહી ગયું

By GS Team
22 Oct 20261 min read
TukuTouch Logo
બોલિવુડમાં પ્રિયંકા ચોપરા અને સૈફ અલી ખાન દાયકાઓથી સક્રિય હોવા છતાં કોઈ ફિલ્મમાં સાથે નથી દેખાયા. રિતેશ બત્રાની પિરિયડ ડ્રામા માટે તેમને સંપર્ક કરાયો હતો. જોકે, તારીખોના અભાવે પ્રિયંકાએ આ ફિલ્મ છોડી દીધી. મુંબઈના ભાયખલા મ્યુઝિયમમાં સૈફ સાથે ફિલ્મનું શૂટિંગ શરૂ થયું છે, પરંતુ પ્રિયંકાના સ્થાને અન્ય 2 અભિનેત્રીઓ સાથે વાતચીત ચાલી રહી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

સૈફ અને પ્રિયંકાનું કોલબરેશન ફરી થતાં થતાં રહી ગયું
  • બંનેએ હજુ સુધી કોઈ ફિલ્મ સાથે નથી કરી
  • રિતેશ બત્રાની પિરિયડ ડ્રામા માટે વાત ચાલી પણ તારીખોનો મેળ ન પડયો

મુંબઇ : બોલિવુડમાં દાયકાઓથી સક્રિય હોવા છતાં પણ પ્રિયંકા ચોપરા તથા સૈફ અલી ખાને ક્યારેય કોઈ ફિલ્મમાં સાથે કામ કર્યું નથી. હવે વર્ષો પછી રિતેશ બત્રાની પિરિયડ ડ્રામા માટે સૈફ સાથે પ્રિયંકાનો સંપર્ક કરાતાં બંને પહેલીવાર સાથે દેખાય તેવી તક ઉભી થઈ હતી. જોકે, પ્રિયંકાએ તારીખોના અભાવે આ ફિલ્મ છોડી દીધી છે. આમ ફરી પ્રિયંકા અને સૈફનું કોલબરેશન થતાં થતાં રહી ગયું છે.
એક તરફ મુંબઇમાં ભાયખલામાં આવેલા મ્યુઝિયમ ખાતે નિર્દેશક રિતેશ બાત્રાની ફિલ્મનું શૂટિંગ શરૂ થઇ ગયું છે તો બીજી તરફ તારીખોના અભાવે આ ફિલ્મ છોડી દેનારી પ્રિયંકા ચોપડાના સ્થાને ફિલ્મની હિરોઇન નક્કી કરવા માટે બે એક્ટ્રેસ સાથે ફિલ્મમેકર્સની વાત ચાલી રહી હોવાનું જાણવા મળ્યું છે.
પ્રિયંકા ચોપડાની ટીમે રિતેશ બાત્રાની ટીમ સાથે મળી પ્રિયંકાની તારીખોની આસપાસ શૂટિંગ ગોઠવવાના પ્રયાસો કરી જોયાં પણ તેમાં મેળ ન પડતાં પ્રિયંકાએ આખરે આ પ્રોજેક્ટ છોડી દેવો પડયો છે.
ફિલ્મમેકર્સ એક જ શેડયુલમાં દક્ષિણ મુંબઇમાં ફિલ્મનું શૂટિંગ પુરૂ કરી લેવા માંગતા હોઇ હાલ સૈફના હિસ્સાનું શૂટિંગ કરવામાં આવી રહ્યું છે. રિતેશ બાત્રા એ 'લંચ બોક્સ' અને 'ફોટોગ્રાફ' એમ બે જ ફિલ્મો હિન્દીમાં બનાવી છે. બંનેમાં તેમણે નવાઝુદ્દીન સિદ્દિકી સાથે કામ કર્યું હતું.