Astro

વાંચો તમારું 21 ઓક્ટોબર 2026નું રાશિ ભવિષ્ય

By GS Team
21 Oct 20261 min read
TukuTouch Logo
જ્યોતિષી અગ્નિદત્ત પદમનાભ દ્વારા 12 રાશિઓના જાતકો માટે આજનો દિવસ કેવો રહેશે તેની આગાહી કરવામાં આવી છે. મેષ રાશિના જાતકોને પરદેશના કામમાં પ્રગતિ મળશે, જ્યારે કર્ક રાશિના જાતકોને સીઝનલ બીમારીથી સાવચેત રહેવું પડશે. તુલા રાશિના કામ અટવાયેલા કામો ઉકેલાશે અને ધન રાશિના જાતકોના યશ-પદ-ધનમાં વધારો થશે. મીન રાશિના જાતકોને રાજકીય કામમાં મુશ્કેલી જણાઈ શકે છે.

Summarized by AI; it may make mistakes. Check important info

વાંચો તમારું 21 ઓક્ટોબર 2026નું રાશિ ભવિષ્ય

મેષ : આપના કામમાં આકસ્મિક સાનુકૂળતા મળી રહેતા આપના કામનો ઝડપથી ઉકેલ લાવી શકો. પરદેશના કામમાં પ્રગતિ જણાય.
વૃષભ : જેમ દિવસ પસાર થતો જાય તેમ આપે સતત કોઇ ને કોઇ કાર્યમાં વ્યસ્ત રહેવું પડે. મિત્રવર્ગનો સહકાર મળી રહે.
મિથુન : દેશ-પરદેશના કામમાં, આયાત-નિકાસના કામમાં આપને સાનુકુળતા મળી રહે. બઢતી-બદલીના કામકાજ થઇ શકે.
કર્ક : આપે સીઝનલ - વાયરલ બીમારીથી સંભાળવું પડે. જૂની બીમારી ફરી ઉથલો મારતાં આપના દર્દ-પીડામાં વધારો થાય.
સિંહ : આપના અગત્યના કામનો ઉકેલ આવવાથી રાહત થતી જાય. મહત્વના નિર્ણય લેવાના હોય તો લઇ શકાય.
કન્યા : આપના કામમાં હરિફવર્ગ - ઇર્ષ્યા કરનારવર્ગની મુશ્કેલી જણાય. કોર્ટ-કચેરીના કામકાજ અંગે વ્યસ્તતા રહે.
તુલા : આપના રૂકાવટ-વિલંબમાં અટવાઈ પડેલા કામનો ધીરે ધીરે ઉકેલ આવતો જાય. સંતાનના પ્રશ્ને ચિંતા ઓછી થાય.
વૃશ્ચિક : આપને કામમાં પ્રતિકૂળતા જણાય. જમીન- મકાન- વાહનના કામમાં આપે સાવધાની રાખવી પડે. ઉચાટ-ઉદ્વેગ રહે.
ધન : આપના યશ- પદ- ધનમાં વધારો થાય તેવું કામકાજ થવાથી આનંદ અનુભવો. ભાઈભાંડુ વર્ગનો સહકાર મળી રહે.
મકર : બેંકના, વીમા કંપનીના, શેરોના કામકાજમાં સાનુકુળતા જણાય. વાહનના કામકાજમાં સરળતા જણાય.
કુંભ : આપના ગણત્રી-ધારણા પ્રમાણેનું કામકાજ થવાથી કામ કરવાનો ઉત્સાહ રહે. મિલન- મુલાકાત થઇ શકે.
મીન : રાજકીય - સરકારી કામમાં, ખાતાકીય કામમાં આપને મુશ્કેલી જણાય. આવેશ- ઉશ્કેરાટમાં આવી જવું નહીં.

  • અગ્નિદત્ત પદમનાભ