Get The App

આલિયાની 'કલ્કી 2898'માં એન્ટ્રીની અફવા યથાવત્

Updated: Jun 17th, 2026

GS TEAM

Google News
Google News
આલિયાની 'કલ્કી 2898'માં એન્ટ્રીની અફવા યથાવત્ 1 - image

- શૂટિંગમાં ભાગ લીધાનો વીડિયો વાયરલ 

- સીક્વલમાંથી દીપિકાની છુટ્ટી કરી દેવાયા પછી સાઈ પલ્લવીનું નામ ચર્ચાયું હતું

મુંબઈ : 'કલ્કી ૨૮૯૮ એડી'ની સીક્વલમાં આલિયા ભટ્ટે ફિલ્મની કાસ્ટ સાથે જોડાઈને હૈદરાબાદમાં કેટલાક દ્રશ્યોનું શૂટિંગ કર્યાનો દાવો સોશિયલ મીડિયામાં કરાયા પછી ફિલ્મમાં તેના કાસ્ટિંગની અફવા વધુ તીવ્ર બની હતી. કેટલીક અફવાઓમાં એવું જણાવાયું હતું કે તે સુમથી તરીકે દીપિકાનું સ્થાન લશે જ્યારે અન્ય અફવાઓ અનુસાર આલિયા માટે નવું જ પાત્ર રચાયું છે. ખાસ કરીને સાઈ પલ્લવી સાથે આલિયાને પડદા પર સાથે જોવાની બાબતે ચાહકોએ ઓનલાઈન ઉત્સુક્ત વ્યક્ત કરી હતી. 

જો કે પ્રોજેક્ટના પ્રવક્તાએ ફિલ્મમાં આલિયાએ શૂટિંગ શરૂ કર્યું હોવાના અહેવાલ નકારી દીધા હતા અને જણાવ્યું કે આલિયાના કાસ્ટિંગ વિશે કોઈ સત્તાવાર સ્પષ્ટતા નથી થઈ. તેમણે  આ અફવાઓ માટે સોશિયલ મીડિયાને જવાબદાર  ઠેરવ્યું હતું. 

ઉલ્લેખનીય છે કે ૨૦૨૫માં સીક્વલમાંથી  દીપિકા પાદુકોણેની છુટ્ટી કરાઈ હોવાની પુષ્ટી પછી અનિશ્ચિતતા પ્રવર્તતી રહી છે. અગાઉના અહેવાલો અનુસાર દીપિકાની જગ્યાએ સાઈ પલ્લવીનું નામ નક્કી કરાયું હતું.  જો કે, એ દાવાની પણ પુષ્ટી નહોતી થઈ. દરમ્યાન અમિતાભ બચ્ચન અને કમાલ હસન શૂટમાં જોડાઈ ચૂક્યાછે જ્યારે પ્રભાસ હજી સુધી આ ફિલ્મના શૂટમાં સામેલ થયો નથી.