Entertainment

અનુષ્કા અલ્લુ અર્જુનની સાઈફાઈ ફિલ્મથી પુનરાગમન કરશે તેવી ચર્ચા

By GS Team
22 Mar 20261 min read
અનુષ્કા અલ્લુ અર્જુનની સાઈફાઈ ફિલ્મથી પુનરાગમન કરશે તેવી ચર્ચા

- રશ્મિકા, દીપિકા સાથે ત્રીજી હિરોઈન બનશે

- અનુષ્કાએ 2018માં ઝીરો બાદ છેલ્લાં આઠ વર્ષથી કોઈ મોટી ફિલ્મ કરી નથી

મુંબઈ: એટલી દ્વારા બનાવવામાં આવી રહેલી સાઈ ફાઈ ફિલ્મ 'એએ૨૨એક્સએસિક્સ' ફિલ્મ દ્વારા અનુષ્કા શર્મા મોટા પડદે પુનરાગમન કરી રહી હોવાની ચર્ચાએ જોર પકડયું છે. 

આ ફિલ્મમાં અલ્લુ અર્જુન મુખ્ય હિરો છે. રશ્મિકા મંદાના તથા દીપિકા પદુકોણ પણ આ પ્રોજેક્ટ સાથે જોડાયેલાં છે. હવે તેમની સાથે અનુષ્કાની પણ એન્ટ્રી થઈ રહી હોવાનું કહેવાય છે. 

અનુષ્કા છેલ્લે ૨૦૧૮માં 'ઝીરો'માં લીડ હિરોઈન તરીકે જોવા મળી હતી. તે પછી તેણે કોઈ મોટી ફિલ્મ કરી નથી. તેણે પોતાનાં  હોમ પ્રોડક્શનની ઓટીટી ફિલ્મ 'કલા'માં એક કેમિયો કર્યો હતો. અનુષ્કા ભવિષ્યમાં  ફિલ્મોમાં ક્યારેય પુનરાગમન કરશે કે કેમ તેની ચર્ચાઓ સતત ચાલતી રહે છે. 

અનુષ્કાએ મહિલા ક્રિકેટર ઝુલણ ગોસ્વામીની બાયોપિક 'છકડા એક્સપ્રેસ'માં મુખ્ય ભૂમિકા ભજવી હતી. જોકે, આ ફિલ્મ રીલિઝ થઈ નથી.