- રોહિતે પોતાના ભાગનું શૂટિંગ પૂર્ણ કર્યું
- રોહિત અને અક્ષય ખન્ના બંને માટે મૂળ તેલુગુ હોય તેવી આ પહેલી ફિલ્મ હશે
મુંબઇ: અક્ષય ખન્નાની 'મહાકાલી' ફિલ્મમાં રોહિત સરાફ પણ તેની સાથે સ્ક્રીન શેર કરવાનો છે.
રોહિત સરાફે તાજેતરમાં હૈદરાબાદમાં આ ફિલ્મમાં તેના ભાગનું કેટલુંક શૂટિંગ પૂર્ણ કર્યું હતું. ઉલ્લેખનીય છે કે અક્ષય ખન્ના તથા રોહિત સરાફ બંને માટે આ મૂળ તેલુગુમાં બની રહી હોય તેવી પહેલી ફિલ્મ હશે. જોકે, ફિલ્મ સમગ્ર ભારતમાં હિન્દી સહિતની ભાષાોમાં રીલિઝ થવાની છે. ફિલ્મના અન્ય કલાકારોમાં ભૂમિ શેટ્ટીનો સમાવેશ થાય છે.
અક્ષય ખન્ના આ ફિલ્મમાં અસૂરોના ગુરુ શુક્રાચાર્યનો રોલ ભજવી રહ્યો છે. તેનો શુક્રાચાર્ય તરીકેનો લૂક તાજેતરમાં વાયરલ થયો હતો.


