Entertainment
રોકેટ બોયઝનો ડાયરેક્ટર અભય પન્નુ હવે હોરર ફિલ્મ બનાવશે
By GS Team
24 Apr 20261 min read

- આવતાં વર્ષ સુધીમાં રીલિઝ કરવાનો પ્લાન
- આદિત્ય ચોપરા પણ હોરર ફિલ્મો બનાવવાની બોલિવુડની રેસમાં ઝંપલાવશે
મુંબઇ : 'રોકેટ બોયઝ' સીરિઝથી પ્રશંસા મેળવનારા ડાયરેક્ટર અભય પન્નુને હવે એક હોરર ફિલ્મ મળી છે. તે યશરાજ ફિલ્મ્સના બેનર માટે આ હોરર ફિલ્મ બનાવશે.
યશરાજ બેનર મોટાભાગે રોમાન્ટિક ફિલ્મો બનાવવા માટે જાણીતું છે.
પરંતુ, હાલ બોલિવુડમાં કેટલીક હોરર ફિલ્મો સફળ થયા પછી અનેક નિર્માતાઓ હોરર ફિલ્મો તરફ વળ્યા છે અને હવે તેમાં આદિત્ય ચોપરાનો પણ ઉમેરો થઈ ગયો છે. તેણે અભય પન્નુને તેનું દિગ્દર્શન સોંપ્યું છે. અભયે ફિલ્મની સ્ટોરી ફાઈનલ કરી દીધું છે. આગામી મહિનાઓમાં શૂટિંગ શરુ કરી આવતાં વર્ષે રીલિઝ કરવાનું તેનું પ્લાનિંગ છે.









