Entertainment

માલામાલ વીકલી ટુમાં રવિના અને પરિણીતિ ચોપડાની એન્ટ્રી

By GS Team
8 Aug 20261 min read
TukuTouch Logo
મુંબઈમાં લોકપ્રિય કોમેડી ફિલ્મ 'માલામાલ વીકલી'ની સિક્વલ 'માલામાલ વીકલી 2' બની રહી છે. આ ફિલ્મમાં રવિના ટંડન અને પરિણીતિ ચોપડાને હિરોઈન તરીકે સાઈન કરાઈ છે, જ્યારે પરેશ રાવલ પણ એક મહત્વની ભૂમિકામાં જોવા મળશે. 'તેરી બાતોં મેં ઐસા ઉલઝા જીયા'ના નિર્દેશક અમિત જોશી આ ફિલ્મનું નિર્દેશન કરશે. આ ફિલ્મમાં લાલચુ ગામડિયાઓ મોટી રકમ માટે ગમે તે હદે જતા હોય તેવો માહોલ જાળવવામાં આવશે.

Summarized by AI; it may make mistakes. Check important info

માલામાલ વીકલી ટુમાં રવિના અને પરિણીતિ ચોપડાની એન્ટ્રી
  • પરેશ રાવલ પણ મહત્વની ભૂમિકામાં હશે
  • તેરી બાતોં મે ઉલઝા જીયાના અમિત જોશીને નિર્દેશન સોંપાયું

મુંબઈ : બોલિવુડની લોકપ્રિય કોમેડી ફિલ્મ 'માલામાલ વીકલી'નો બીજો ભાગ 'માલામાલ વીકલી ટુ 'બની રહ્યો છે. આ ફિલ્મમાં હિરોઇનો તરીકે રવિના ટંડન અને પરિણીતિ ચોપડાને સાઇન કરી લેવામાં આવી છે. આ ફિલ્મમાં એક મહત્વની ભૂમિકા માટે પરેશ રાવલને પણ સાઇન કરી લેવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.
રવિના અને પરિણીતિ બંને તેમના કોમિક ટાઇમિંગ માટે જાણીતી છે. રવિનાએ તો 'અંદાઝ અપના અપના'થી માંડી હમણાં આવેલી 'વેલકમ ટુ જંગલ'માં પણ કોમેડી કરી છે. જ્યારે પરિણીતિએ તો તેની કારકિર્દીની શરૂઆત જ ૨૦૧૧ંમાં કોમેડી ફિલ્મ 'લેડીઝ વર્સીસ રિકી બહેલ'થી કરી હતી. અન્ય મહત્વની ભૂમિકાઓ માટે કાસ્ટિંગ થઇ રહ્યું છે.
'માલામાલ વીકલી ટુ'નું નિર્દેશન તાજેતરમાં આવેલી 'તેરી બાતોં મેં ઐસા ઉલઝા જીયા'ના નિર્દેશક અમિત જોશીને સોંપવામાં આવ્યું છે. આ ફિલ્મ 'માલામાલ વીકલી'ની સિક્વલ નથી. પણ પહેલાં ભાગની જેમ લાલચુ ગામડિયાના ટોળાંનો માહોલ જાળવી રાખવામાં આવશે, જે મોટી રકમની લાલચમાં ગમે તે હદે જાય છે. પણ આ વખતે સેટિંગ અને પાત્રો પણ અલગ હશે.