Get The App

રશ્મિકા મંદાના આ મહિને શૂટિંગ બાદ લગ્ન માટે લાંબો બ્રેક લેશે

Updated: Feb 6th, 2026

GS TEAM

Google News
Google News
રશ્મિકા મંદાના આ મહિને શૂટિંગ બાદ લગ્ન માટે લાંબો બ્રેક લેશે 1 - image

- હાલ મુંબઈમાં એટલીની ફિલ્મનું શૂટિંગ કરી રહી છે

- રશ્મિકા અને વિજય આગામી 26મીએ ઉદયપુરમાં પરણવાના હોવાની ચર્ચાએ વધુ જોર પક્ડયું 

મુંબઇ : રશ્મિકા હાલ એટલીની ફિલ્મ 'એએટુટુસિક્સએસિક્સ' ફિલ્મનું  શૂટિંગ કર રહી છે. ત્યારબાદ તે ફિલ્મ શૂટિંગમાંથી લાંબો બ્રેક લઈ રહી છે. તે પરથી આગામી ૨૬મી ફેબુ્રઆરીએ તે વિજય દેવરકોંડા સાથે ઉદયપુરમાં લગ્ન કરી રહી હોવાની ચર્ચાઓ ફરી તેજ બની છે. 

જોકે, રશ્મિકા કે વિજયે હજુ સુધી પોતાનાં લગ્ન વિશે કોઈ જ સત્તાવાર જાહેરાત કરી નથી. 

રશ્મિકા હાલ જે ફિલ્મનું શૂટિંગ કરી રહી છે તેનું  શિડયૂલ મહિનાના મધ્યભાગ સુધી ગોઠવાયું છે. તે પછી રશ્મિકાએ કોઈ તારીખો આપી નથી.  મુંબઈમાં રશ્મિકા ઉપરાંત અલ્લુ અર્જુન , જાહ્નવી  કપૂર તથા જીમ સર્ભ આ ફિલ્મનું શૂટિંગ કરી રહ્યાં છે. 

રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડા લાંબા સમયથી ડેટ કરી રહ્યા છે. બંને ' ડિયર કોમરેડ'ના સેટ પર પ્રેમમાં પડયાં હતાં. અગાઉ રશ્મિકાએ અભિનેતા રક્ષિત શેટ્ટી સાથે સગપણ કર્યું હતું પરંતુ પછીથી તેનું બ્રેકઅપ થઈ ગયું હતું.