Entertainment

રશ્મિકા-વિજય ઉદયપુર પહોંચ્યા, રોયલ વેડિંગ પહેલાની તસવીરો આવી સામે, સ્ટાઇલિશ લુકમાં જોવા મળી દુલ્હન

By GS Team
23 Feb 20262 mins read
TukuTouch Logo
સાઉથ સિનેમાનું સૌથી ફેવરિટ અને પાવર કપલ ગણાતા વિજય દેવરકોંડા અને રશ્મિકા મંદાના આખરે લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે. લાંબા સમયની ડેટિંગની અફવાઓ બાદ, આ કપલે સોશિયલ મીડિયા પર પોતાની વેડિંગને 'Virosh'(વિરોશ) ટાઈટલ આપીને સત્તાવાર રીતે લગ્નની જાહેરાત કરી દીધી છે. હાલમાં જ આ જોડી ઉદયપુરમાં પોતાના શાહી લગ્ન માટે એરપોર્ટ પર જોવા મળી હતી, જ્યાં બંનેનો અંદાજ ચાહકોના દિલ જીતી રહ્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

રશ્મિકા-વિજય ઉદયપુર પહોંચ્યા, રોયલ વેડિંગ પહેલાની તસવીરો આવી સામે, સ્ટાઇલિશ લુકમાં જોવા મળી દુલ્હન

Rashmika-Vijay Wedding: સાઉથ સિનેમાનું સૌથી ફેવરિટ અને પાવર કપલ ગણાતા વિજય દેવરકોંડા અને રશ્મિકા મંદાના આખરે લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે. લાંબા સમયની ડેટિંગની અફવાઓ બાદ, આ કપલે સોશિયલ મીડિયા પર પોતાની વેડિંગને 'Virosh'(વિરોશ) ટાઈટલ આપીને સત્તાવાર રીતે લગ્નની જાહેરાત કરી દીધી છે. હાલમાં જ આ જોડી ઉદયપુરમાં પોતાના શાહી લગ્ન માટે એરપોર્ટ પર જોવા મળી હતી, જ્યાં બંનેનો અંદાજ ચાહકોના દિલ જીતી રહ્યો છે.

રશ્મિકાએ ટ્રેડિશનલ છોડી અપનાવ્યો 'બોસી લુક'

એરપોર્ટ પર 'બ્રાઈડ ટુ બી' રશ્મિકા મંદાનાનો લુક ખૂબ જ ચર્ચામાં રહ્યો છે. રશ્મિકાએ ટ્રેડિશનલ કપડાંને બદલે બ્લુ કલરના સૂટ-બૂટમાં બોસી લુક સાથે સ્ટાઇલિશ એન્ટ્રી કરી હતી.  બ્લેઝર, વ્હાઇટ શર્ટ અને ફ્લેયર્ડ પેન્ટ્સમાં તે ખૂબ જ કોન્ફિડન્ટ લાગતી હતી. તેના ચહેરા પર લગ્નનો ગ્લો દેખાઈ રહ્યો હતો. ખાસ વાત એ હતી કે એરપોર્ટ પર પેપ્સને જોઈને રશ્મિકાએ હાથ જોડીને નમસ્તે કર્યું હતું, તેના આ સંસ્કારી અંદાજે સોશિયલ મીડિયા પર લોકોના દિલ જીતી લીધા છે. મિનિમલ જ્વેલરી, બ્લેક સનગ્લાસ અને મરૂન હીલ્સ સાથે તેણે પોતાનો લુક કમ્પ્લીટ કર્યો હતો.

દેવરકોંડા પરિવારની સ્ટાઇલિશ એન્ટ્રી

બીજી તરફ, 'દૂલ્હે રાજા' વિજય દેવરકોંડા પણ પોતાના સ્વેગમાં જોવા મળ્યો હતો. વિજયે વ્હાઇટ શર્ટ પર બ્લેક લેધર જેકેટ અને બ્લેક પેન્ટ પહેરીને કુલ લુક ધારણ કર્યો હતો. ચશ્મા અને મૂછોના તાણ સાથે વિજયનો અંદાજ એકદમ શાનદાર લાગતો હતો. વિજયની સાથે તેનો ભાઈ આનંદ દેવરકોંડા અને તેના પિતા પણ ઉદયપુર પહોંચ્યા છે. આનંદે પણ બ્લેક જેકેટ અને ગ્રીન ટી-શર્ટમાં ભાઈ જેવો જ સ્ટાઇલિશ લુક રાખ્યો હતો.

આ પણ વાંચો: અમિતાભ અને કમલ હાસને કલ્કિ-ટુનું શૂટિંગ શરૂ કર્યું

24 ફેબ્રુઆરીથી શરૂ થશે 'વિરોશ'ના પ્રી-વેડિંગ ફંક્શન

આ શાહી લગ્નના ફંક્શન આવતીકાલે એટલે કે 24 ફેબ્રુઆરીથી શરૂ થશે અને 26 ફેબ્રુઆરીએ આ કપલ સાત ફેરા લેશે. આ લગ્નમાં પરિવારના સભ્યો ઉપરાંત સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના અનેક દિગ્ગજ સિતારાઓ હાજરી આપે તેવી શક્યતા છે. વિજય અને રશ્મિકાના લગ્નને લઈને ચાહકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને તેમની તસવીરો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહી છે.