Entertainment

રણવીરની આગામી ઝોમ્બી થ્રીલર ફિલ્મ પ્રલયનું શૂટિંગ સપ્ટેમ્બરથી

By GS Team
1 Jul 20261 min read
TukuTouch Logo
રણવીર સિંહની મહત્વાકાંક્ષી ઝોમ્બી થ્રિલર 'પ્રલય'નું શૂટિંગ સપ્ટેમ્બરમાં ઓસ્ટ્રેલિયામાં શરૂ થશે. આ 300 કરોડના બજેટવાળી ફિલ્મ જય મહેતા દ્વારા નિર્દેશિત થશે, જે તેમની પ્રથમ ફીચર ફિલ્મ છે. પ્રલય બાદના મુંબઈમાં એક દંપતીના જીવ બચાવવાના પ્રયાસોની આ કથા છે. કલ્યાણી પ્રિયદર્શન રણવીરની સામે જોવા મળી શકે છે.

Summarized by AI; it may make mistakes. Check important info

રણવીરની આગામી ઝોમ્બી થ્રીલર ફિલ્મ પ્રલયનું શૂટિંગ સપ્ટેમ્બરથી
  • ફિલ્મનો મોટો હિસ્સો ઓસ્ટ્રેલિયામાં શૂટ થશે
    જય મહેતા પહેલીવાર ફીચર ફિલ્મનું દિગ્દર્શન કરશે : 300 કરોડનાં બજેટનો અંદાજ

    મુંબઈ : રણવીર સિંહની આ મહત્વાકાંક્ષી ઝોમ્બી થ્રીલર' પ્રલય'નું શૂટિંગ સપ્ટેમ્બર મહિનાથી શરૂ કરવામાં આવશે. આ ફિલ્મનો મોટો હિસ્સો ઓસ્ટ્રેલિયામાં શૂટ કરવાની યોજના છે.
    રણવીરસિંહની કારકિર્દીની સૌથી ખર્ચાળ ફિલ્મોમાંની એક આ 'પ્રલય' ફિલ્મ ૩૦૦ કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવી રહી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. નોંધપાત્ર બાબત એ છે કે આ ફિલ્મનું નિર્દેશન જેમને સોંપવામાં આવ્યું છે તે જય મહેતાએ એકપણ ફિલ્મનું દિગ્દર્શન કર્યું નથી. નિર્દશક તરીકે જય મહેતાની આ પહેલી ફિલ્મ હશે.
    ફિલ્મની સ્ટોરી લાઇન કઇંક એવી છે કે પ્રલય બાદના મુંબઇ શહેરમાં એક દંપતી તેમનો જીવ બચાવવાના કેવા મરણિયા પ્રયાસો કરે છે તેની વાત છે. આ ફિલ્મમાં હિરોઇન તરીકે કલ્યાણી પ્રિયદર્શનને લેવામાં આવે તેવી વાત સંભળાઇ રહી છે.
    જો કલ્યાણીને આ ફિલ્મમાં લેવામાં આવશે તો તેની આ પ્રથમ હિન્દી ફિલ્મ બની રહેશે.