Entertainment
રણબીર કપૂરે રામાયણ ટુ ફિલ્મ માટે શૂટિંગ શરૂ કરી દીધું
By GS Team
7 Mar 20261 min read

- પહેલો ભાગ હાલ પોસ્ટ પ્રોડક્શનમાં છે
- લવ એન્ડ વોરનું શિડયૂલ કેન્સલ થતાં રણબીરે રામાયણ ટુ માટે તારીખો આપી દીધી
મુંબઇ : રણબીર કપૂરે 'રામાયણ ટુ' માટે શૂટિંગ શરુ કરી દીધું છે. ફિલ્મનો પહેલો ભાગ ઓલરેડી પોસ્ટ પ્રોડકશનમાં છે પરંતુ તે પહેલાં જ બીજા ભાગનું શૂટિંગ શરુ થઈ ગયું છે.
વાસ્તવમાં રણબીર આ મહિને 'લવ એન્ડ વોર'નું શૂટિંગ કરવાનો હતો. પરંતુ, સંજય લીલા ભણશાળીએ નાદુરસ્ત તબિયતના કારણે શૂટિંગ કેન્સલ કર્યું હતું. હવે 'લવ એન્ડ વોર'નું શૂટિંગ મે માસમાં ફરી શરુ થવાનું છે. આથી, રણબીરે હાલ 'રામાયણ ટુ' માટે તારીખો આપી દીધી છે.
આ જ મહિનાના અંતે સની દેઓલ પણ 'રામાયણ ટુ'ના સેટ પર હાજર થઈ પોતાના ભાગનું શૂટિંગ પૂર્ણ કરશે.









