Entertainment

રણબીર-આલિયાની 'લવ એન્ડ વોર'નું શૂટિંગ આખરે પત્યું

By GS Team
6 Sep 20261 min read
TukuTouch Logo
સંજય લીલા ભણશાલીની મુંબઈમાં બનેલી 'લવ એન્ડ વોર' ફિલ્મનું શૂટિંગ પૂર્ણ થયું છે. રણબીર કપૂર, આલિયા ભટ્ટ અને વિકી કૌશલ અભિનીત આ ફિલ્મ રાજ કપૂરની 'સંગમ'ની રીમેક હોવાનું કહેવાય છે. ધીમી ગતિને કારણે શૂટિંગમાં વિલંબ થયો, છતાં હવે પોસ્ટ પ્રોડક્શન શરૂ થશે. આગામી વર્ષે 21 જાન્યુઆરીએ રિલીઝ થનારી આ ફિલ્મમાં પ્રણય ત્રિકોણની વાર્તા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

રણબીર-આલિયાની  'લવ એન્ડ વોર'નું શૂટિંગ આખરે પત્યું

મુંબઈ : સંજય લીલા ભણશાલીની રણબીર કપૂર, આલિયા ભટ્ટ અને વિકી કૌશલ અભિનિત અતિ પ્રતીક્ષિત 'લવ એન્ડ વોર' ફિલ્મનું શૂટ પૂર્ણ થયું હોવાની આધિકારીક જાહેરાત કરવામાં આવી છે.
ભણસાલી હવે પોસ્ટ પ્રોડક્શન કાર્ય શરૂ કરે તે પહેલા ટીમે ભાવનાત્મક ગૂડબાયનો પ્રસંગ ઉજવી લીધા હતો. ભણસાલીની સૌથી ખર્ચાળ ફિલ્મ ગણાતી 'લવ એન્ડ વોર' આગામી વર્ષે ૨૧ જાન્યુઆરીએ રીલિઝ થવાની સંભાવના છે. આ ફિલ્મ રાજ કપૂરની ફિલ્મ 'સંગમ'ની રીમેક હોવાનું કહેવાય છે.
ઉલ્લેખનીય છે કે સંજય લીલા ભણશાલીની ફિલ્મ બનાવવાની ધીમી ગતિને કારણે ફિલ્મનું શૂટિંગ ઠેલાતું રહ્યું હતું. તેના કારણે ફિલ્મનાં સમગ્ર શૂટિંગ શિડયૂલ તથા સંભવિત રીલિઝ ડેટ પણ લંબાયાં હતાં. એક તબક્કે તો રણબીર, આલિયા અને વિકીએ આ ફિલ્મની શૂટિંગ ડેટ્સ સાચવવા જતાં અન્ય ફિલ્મોની શૂટિંગ ડેટ્સ સાથે એડજેસ્ટમેન્ટ કરવાં પડે તેવી હાલત સર્જાઈ હતી.
ફિલ્મની વાર્તા રણબીર અને વિકી અભિનિત બે મજબૂત મનોબળ ધરાવતા સૈન્ય અધિકારીઓની આસપાસ ફરે છે, જેમના જીવન આલિયાના પાત્રને સંડોવતા નાટયાત્મક પ્રણય ત્રિકોણમાં અટવાય છે. હવાઈ દળના યુનિફોર્મમાં રણબીર અને વિકીની પડદા પાછળની અનેક તસવીરોએ અત્યારથી સોશિયલ મીડિયા પરના ચાહકોમાં ભારે ઉત્સુકતા સર્જી છે.
'લવ એન્ડ વોર'થી ભણસાલી 'સાવરિયા' પછી રણબીર સાથે તેમજ 'ગંગુબાઈ કાઠિયાવાડી' પછી આલિયા સાથે ફરી કોલબરેટ કરી રહયા છે.