Entertainment

રામાયણ ભાગ-1ને બોક્સ ઓફિસ પર પખવાડિયામાં 1555 કરોડની કમાણી

By GS Team
22 Nov 20261 min read
TukuTouch Logo
રણબીર કપૂર અભિનીત 'રામાયણ' ફિલ્મ વિવાદો છતાં બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. 16મા દિવસે પણ 51,000 ટિકિટો વેચાઈ હતી. ફિલ્મે ભારતમાં 895.98 કરોડ અને વિદેશમાં 516 કરોડ રૂપિયા મળી કુલ 1555 કરોડની કમાણી કરી છે. નિષ્ણાતોના મતે, 2000 કરોડનો આંકડો પાર કરવા માટે ફિલ્મને વધુ સારો દેખાવ કરવો પડશે, જે ત્રીજા અઠવાડિયામાં શક્ય બનશે.

Summarized by AI; it may make mistakes. Check important info

રામાયણ ભાગ-1ને બોક્સ ઓફિસ પર પખવાડિયામાં 1555 કરોડની કમાણી
  • ત્રીજા અઠવાડિયામાં પણ ૫૧૦૦૦ ટિકિટોનું વેચાણ
  • વિવાદ છતાં ભારતમાં રામાયણને ૯૦૦ કરોડની અને વિદેશમાં રૂ. ૫૧૬ કરોડની કમાણી

મુંબઇ : રણબીર કપૂરને ભગવાન રામ તરીકે રજૂ કરતી રામાયણ ભાગ વન ફિલ્મની સોળમા દિવસે પણ કુલ ૫૧૦૦૦ ટિકિટો વેચાઇ હોવાના અહેવાલો મળ્યા છે. પીવીઆરઆઇનોક્સમાં ૪૫,૦૦૦ અને સિનેપોલિશમાં ૬,૦૦૦ ટિકિટોનું વેચાણ થયું હતું.
રામાયણને પંદર દિવસમાં ભારતમાંથી કુલ ૮૯૫.૯૮ કરોડ રૂપિયાની કમાણી થઇ છે. જ્યારે વિદેશમાંથી ૫૫.૧૦ મિલિયન ડોલર એટલે કે અંદાજે ૫૧૬ કરોડ રૂપિયાની કમાણી થઇ હતી. આમ, દેશ-વિદેશમાં થઇ કુલ ૧૫૫૫ કરોડ રૂપિયાની કમાણી રામાયણ ફિલ્મના પહેલાં ભાગને થઇ છે.
ફિલ્મને બ્રેક ઇવન કરવા માટે ૨૦૦૦ કરોડ રૂપિયાની કમાણી કરવી પડશે તેવો પંડિતોનો અંદાજ હતો. રામાયણ ફિલ્મ ત્રીજા અઠવાડિયામાં પણ સારી ચાલશે તો તે એક મહિનામાં ૨૦૦૦ કરોડ રૂપિયાની કમાણીનો આંકડો પાર કરી જાય તેવી સંભાવના છે.