Entertainment

PMO થી ફોન આવ્યા બાદ રામાનંદ સાગરે રામાયણનો આ ભાગ બનાવ્યો હતો, 10 વર્ષ સુધી કેસ ચાલ્યો

By GS Team
24 Oct 20262 mins read
TukuTouch Logo
રામાનંદ સાગરની લોકપ્રિય 'રામાયણ' સિરિયલના 'લવ-કુશ' એપિસોડને લઈને એક દાયકા સુધી કાનૂની લડાઈ ચાલી હતી. વાલ્મીકિ સમાજની માંગને કારણે PMOના દબાણથી રામાનંદ સાગરે આ ભાગ બનાવ્યો હતો. સીતાજીના વનવાસનું દૃશ્ય મૂળ કથાથી અલગ દર્શાવાતા વિવાદ થયો. અલ્હાબાદ હાઇકોર્ટમાં કેસ ચાલ્યો, જે 10 વર્ષ સુધી લંબાયો હતો.

Summarized by AI; it may make mistakes. Check important info

PMO થી ફોન આવ્યા બાદ રામાનંદ સાગરે રામાયણનો આ ભાગ બનાવ્યો હતો, 10 વર્ષ સુધી કેસ ચાલ્યો

Ramanand Sagar Faced Legal Battle Over Ramayan’s Luv-Kush Episodes: દૂરદર્શનમાં 1987થી 1988 દરમિયાન પ્રસારિત થયેલી રામાનંદ સાગરની ટીવી સિરિયલ 'રામાયણ' ભારતીય ટેલિવિઝન ઇતિહાસ સર્જી દીધો હતો. આ સિરિયલે લોકપ્રિયતાના તમામ રૅકોર્ડ તોડી નાખ્યા હતા, પરંતુ બહુ ઓછા લોકો જાણે છે કે 'રામાયણ' પૂરી થયા બાદ આવેલા 'લવ-કુશ'(ઉત્તર રામાયણ)ના ભાગને બનાવવા પાછળ એક રોચક કહાની જોડાયેલી છે. આ એપિસોડના પ્રસારણ અને તેમાં દર્શાવવામાં આવેલા સીનને કારણે નિર્માતા રામાનંદ સાગર મુશ્કેલીમાં મૂકાયા હતા અને તેમની સામે લગભગ 10 વર્ષ સુધી કોર્ટ કેસ ચાલ્યો હતો.

લવ-કુશની કહાની બનાવવા માંગતા ન હતા રામાનંદ સાગર

અહેવાલો અનુસાર, રામાનંદ સાગર તુલસીદાસ રચિત રામચરિતમાનસના આધારે રામાયણ સિરિયલ બનાવી રહ્યા હતા અને તે જ રીતે તેનો અંત કરવા માંગતા હતા. રામાયણના 78 એપિસોડ પૂરા થયા બાદ સરકાર અને દૂરદર્શન પર 'લવ-કુશ'ની કહાની બતાવવા માટે ભારે દબાણ વધવા લાગ્યું હતું. વાલ્મીકી સમાજની સતત માંગ હતી કે વાલ્મીકી રામાયણના આધારે સમગ્ર ઇતિહાસ દર્શાવવામાં આવે.

રામાનંદ સાગર લવ-કુશની કહાની બતાવવા જરાય તૈયાર નહોતા, કારણ કે તે એ સ્વીકારવા તૈયાર નહોતા કે ભગવાન રામ પોતાની ગર્ભવતી પત્નીને માત્ર એક ધોબીના કહેવાથી વનવાસમાં મોકલી શકે છે. જો કે, સરકાર અને ખાસ કરીને વડાપ્રધાન કાર્યાલય (PMO) તરફથી ફોન અને દબાણ આવ્યા બાદ આ ભાગ બનાવવાની ફરજ પડી હતી.

માતા સીતાએ પતિના સન્માન માટે ખુદ અયોધ્યા છોડી હોવાનું દર્શાવવામાં આવ્યું

દૂરદર્શને શરત મૂકી હતી કે સામગ્રી વિશ્વાસપાત્ર હોવી જોઈએ. આ માટે રામાનંદ સાગરે ગાઢ સંશોધન કરીને રાધેશ્યામ રચિત રામાયણનું સંસ્કરણ શોધી કાઢ્યું હતું. તે મુજબ, એપિસોડમાં એવું દર્શાવવામાં આવ્યું કે ભગવાન રામે સીતાજીને વનવાસમાં જવા કહ્યું ન હતું, પરંતુ પતિના માન-સન્માન અને મર્યાદા જાળવવા માટે માતા સીતાએ પોતે જ સ્વેચ્છાએ અયોધ્યા છોડવાનો નિર્ણય કર્યો હતો.

પ્રસારણ અટકાવવાના પ્રયાસો છતાં વિવાદ અને 10 વર્ષ સુધી કોર્ટ કેસ ચાલ્યો

જ્યારે આ એપિસોડનું શૂટિંગ થઈ ગયું અને ટેલિકાસ્ટ કરવાનો સમય આવ્યો, ત્યારે તેના પ્રસારણ પર રોક લગાવવા માટે દબાણો થયા હતા. પ્રસારણના એક કલાક અગાઉ પણ વિરોધ નોંધાવવામાં આવ્યો હતો, પરંતુ રામાનંદ સાગર પોતે હાજર હોવાથી એપિસોડનું પ્રસારણ સફળતાપૂર્વક થઈ ગયું હતું. જો કે, ટીવી પર એપિસોડ પ્રસારિત થતાં જ દેશભરમાં વિરોધનો સુર ઉઠ્યો હતો અને લોકોએ સવાલ ઉઠાવ્યો કે રામાયણની મૂળ કથા સાથે છેડછાડ કેમ કરવામાં આવી છે? આ જ વિવાદ અને આક્ષેપોના પગલે રામાનંદ સાગર સામે અલાહાબાદ હાઈકોર્ટમાં કેસ દાખલ કરવામાં આવ્યો હતો, જે કાનૂની લડાઈ લગભગ 10 વર્ષ સુધી લાંબી ચાલી હતી.