ચેક બાઉન્સના કેસમાં રાજપાલ યાદવને ત્રણ મહિનાની કેદ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

નવ કરોડનાં લેણાં માટે યાદવ સામે કુલ સાત કેસ
કેદની સજા ભોગવ્યા પછી પણ દરેક ફરિયાદીને 1.05 કરોડ ચૂકવવા જ પડશે
નવી દિલ્હી : ૨૦૧૨માં 'અતા પતા લાપતા' ફિલ્મ બનાવી નવ કરોડના દેવાના ડુંગર નીચે દટાયેલાં એક્ટર રાજપાલ યાદવને દિલ્હીની હાઇકોટે ત્રણ મહિનાની કેદની સજા ફટકારી હતી અને દરેક ફરિયાદીને ૧.૦૫ કરોડ રૂપિયાની રકમ ચૂકવવાનો આદેશ આપ્યો હતો.
જસ્ટિસ સ્વર્ણ કાન્તા શર્માએ તેમના આદેશમાં જણાવ્યું હતું કે દરેક ફરિયાદીને ૧,૦૪,૭૫,૦૦૦ ચૂકવવા ઉપરાંત સરકારને પણ ૨૫,૦૦૦ રૂપિયા ચૂકવવાના રહેશે. અદાલતે રાજપાલ યાદવની પત્ની રાધા યાદવને પણ દરેક કેસમાં ફરિયાદીને ૫,૫૧,૩૮૦ રૂપિયા ચૂકવવા જણાવ્યું હતું. અદાલતે સ્પષ્ટતા કરી હતી કે એક્ટરે અગાઉ ફેબુ્રઆરીમાં ચૂકવેલા ૨.૨૫ કરોડ રૂપિયાને આખરી રકમ માંથી બાદ કરી દેવામાં આવશે.
ફરિયાદીના વકીલે જણાવ્યું હતું કે ૧૮૯૪ દિવસના વિલંબ બાદ રાજપાલ યાદવ હવે તેમની જવાબદારી ટાળી શકે નહીં. રાજપાલ યાદવ કેદમાં જાય તો પણ ચેક બાઉન્સ થવાને કારણે સર્જાયેલી તેમની નાણાંકીય જવાબદારી પુરી થઇ જતી નથી. તાજેતરમાં અન્ય એક ચેક બાઉન્સના કેસમાં મધ્યપ્રદેશના આંબેડકર નગર જિલ્લાના જ્યુડિશ્યલ મેજિસ્ટ્રેટ ફરહાન એમ કુરેશીએ રાજપાલ યાદવ અને અન્ય ત્રણ આરોપીઓને અગિયાર સપ્ટેમ્બરે કોર્ટ સમક્ષ હાજર થવા સમન્સ પાઠવ્યા છે. આ કેસ પ્રિયંકા ચોપડાના ભૂતપૂર્વ સેક્રટરી જાજુએ નોંધાવ્યો હતો.




