Get The App

રાજકુમાર રાવ, કિર્તી સુરેશની નવી ફિલ્મનું ટાઈટલ શિક્ષક નક્કી થયું

Updated: Nov 22nd, 2025

GS TEAM

Google News
Google News
રાજકુમાર રાવ, કિર્તી સુરેશની નવી ફિલ્મનું ટાઈટલ શિક્ષક નક્કી થયું 1 - image

- ફિલ્મમાં તાનિયા માનિકતલાની પણ ભૂમિકા  

- એકશન હિરો બનવાના ફાંફા મારી ચૂકેલા રાજકુમાર રાવ ફરી ગંભીર ભૂમિકાઓ તરફ

મુંબઈ : રાજકુમાર રાવ અને કિર્તી સુરેશની આગામી ફિલ્મનું ટાઈટલ 'શિક્ષક' નક્કી થયું છે. ટાઈટલ પરથી ખ્યાલ આવે છે તેમ આ ફિલ્મ એજ્યુુકેશન સેક્ટરને લગતી હશે. ફિલ્મમાં તાનિયા  માનિકતલા પણ મહત્વની ભૂમિકામાં હશે. 

આદિત્ય નિમ્બાલકર આ ફિલ્મનું  દિગ્દર્શન કરી રહ્યા છે. આદિત્ય અગાઉ અનેક ફિલ્મોમાં એસોસિએટ ડિરેક્ટર તથા રાઈટર રહી ચૂક્યા છે. સ્વતંત્ર દિગ્દર્શક તરીકે તેમની આ પહેલી ફિલ્મ હશે. 

રાજકુમાર રાવ આ વર્ષે 'માલિક' જેવી ગેંગસ્ટર ડ્રામા દ્વારા એક્શન હિરો બનવાના ફાંફા મારી ચૂક્યા બાદ હવે  ફરી સિરિયસ રોલ તરફ વળ્યો છે. 'માલિક' ફિલ્મ બોક્સ ઓફિસ પર સદંતર ફલોપ ગઈ હતી.