Entertainment

દાદાના પોસ્ટરમાં કચાશ રહી ગયાની રાજકુમાર રાવની કબૂલાત

By GS Team
10 Oct 20261 min read
TukuTouch Logo
મુંબઈ: સૌરવ ગાંગુલીની બાયોપિક 'દાદા'ના પહેલા પોસ્ટરને ચાહકોએ વખોડી કાઢ્યું હતું. અભિનેતા રાજકુમાર રાવે કબૂલ્યું કે પોસ્ટરને ધાર્યો પ્રતિસાદ ન મળ્યો. ચાહકોએ તેને નબળું અને કૃત્રિમ ગણાવી ટીકા કરી હતી. 8 જુલાઈએ રજૂ થયેલા આ પોસ્ટરમાં ગાંગુલીના શર્ટ ઉતારવાના પ્રસંગને દર્શાવાયો હતો, પરંતુ ચાહકોએ તેમાં ભાવ અને વાસ્તવિકતાનો અભાવ જોયો.

Summarized by AI; it may make mistakes. Check important info

દાદાના પોસ્ટરમાં કચાશ રહી ગયાની રાજકુમાર રાવની કબૂલાત
  • પોસ્ટર જોઈને ચાહકોએ ધૂળ કાઢી નાખી હતી
  • સર્જકો પદાર્થપાઠ શીખ્યા કે ચાહકો ફિલ્મમાં કોઈ જાતની બાંધછોડ નહીં ચલાવી લે

મુંબઇ : સૌરવ ગાંગુલીની બાયોપિક 'દાદા'ના પહેલાં પોસ્ટરમાં કચાશ રહી ગઈ હોવાની કબૂલાત ફિલ્મના મુખ્ય અભિનેતા રાજકુમાર રાવે કરી છે.
તેણે કહ્યું હતું કે આ ફિલ્મના પોસ્ટરને ધાર્યો પ્રતિસાદ મળ્યો ન હતો અને ઉલ્ટાનું ચાહકો દ્વારા ટીકાનો ભોગ બનવું પડયું હતું. તેણે કહ્યું હતું કે આ અનુભવ પછી સર્જકો નવો પદાર્થપાઠ શીખ્યા છે.
તેમને સમજાયું છે કે લોકો ગાંગુલી માટે ખરેખર પાગલ છે અને તેઓ આ ફિલ્મ બાબતે કોઈ બાંધછોડ કરવાના મૂડમાં નથી.
રાજકુમાર રાવે 'દાદા' ફિલ્મના પોસ્ટરને આઠ જુલાઇએ સૌરવ ગાંગુલીના જન્મદિને રજૂ કર્યુ હતું.
૨૦૦૨માં નેટવેસ્ટ ટ્રોફીની ફાઇનલ જીત્યા બાદ ભારતની જીતની ઉજવણી કરવા લંડનના લોર્ડસ ક્રિકેટ ગ્રાઉન્ડ પર સૌરવ ગાંગુલીએ શર્ટ ફગાવી માત્ર વાદળી પેન્ટ પહેરી ભારતીય તિરંગાને લહેરાવેલો તે પ્રસંગને પોસ્ટરમાં દર્શાવવામાં આવ્યો હતો.
જોકે, ચાહકોએ આ પોસ્ટર બેહદ નબળું અને કૃત્રિમ લાગતું હોવાનું જણાવી ટીકા કરી હતી. અનેક ચાહકોએ કહ્યું હતું કે રાજકુમાર રાવના ચહેરા પર એ ભાવ જ આવતા નથી. કેટલાકે એઆઈ જનરેટેડ પોસ્ટરને બદલે વાસ્તવિકતા દર્શાવવા વધુ સર્જનાત્મક બનવા સલાહ આપી હતી.