'જન નાયકન' બાદ હવે રજનીકાંતની ફિલ્મ 'જેલર 2' થઈ લીક! મેકર્સે ફેન્સને પણ આપી ચેતવણી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Jailer 2 Movie Leak: થલાપતિ વિજયની ફિલ્મ 'જન નાયકન'ના ઓનલાઈન લીક થયા બાદ આખી ઈન્ડસ્ટ્રીએ તેના વિરૂદ્ધ અવાજ ઉઠાવ્યો અને આરોપીઓ વિરૂદ્ધ કાર્યવાહીની માગ કરી. હજુ 'જન નાયકન'ની રિલીઝનો મામલો ઠંડો નથી પડ્યો ત્યાં હવે રજનીકાંતની 'જેલર 2'ના હજુ પણ ઓનલાઈન લીક થયાના સમાચાર સામે આવી રહ્યા છે.
સેટ પર શૂટ કરાયેલો વીડિયો વાયરલ
રજનીકાંતની મચ અવેટેડ આગામી ફિલ્મ 'જેલર 2'ની એક વીડિયો ક્લિપ ઓનલાઈન પ્રસારિત થઈ રહી છે. ત્યારબાદ પ્રોડક્શન હાઉસ સન પિક્ચર્સે ફેન્સ સહિત તમામને આકરી કાર્યવાહીની ચેતવણી જાહેર કરી છે. આ વીડિયો 'જેલર 2'ના સેટ પર શૂટ કરાયાની જાણ થઈ છે. વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
ફેન્સ સહિત અનેક લોકોએ તેને દૂર કરતા પહેલા જ શેર કરી દીધા. સન પિક્ચર્સના પ્રવક્તાએ પ્રેસને એક નિવેદન આપતા કહ્યું કે, 'અમે તમને જણાવવા માગીએ છીએ કે ફિલ્મ 'જેલર 2'ના સેટથી એક વીડિયો ક્લિપ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ થઈ રહી છે.
અમારી એન્ટી-પાયરેસી ટીમ સ્થિતિ પર સક્રિય રીતે નજર રાખી રહી છે અને તેને હટાવવા માટે જરૂરી કાર્યવાહી કરશે. જેમાં આ ક્લિપને શેર કરવા કે પ્રોત્સાહન આપનારા એકાઉન્ટ્સ વિરૂદ્ધ કાર્યવાહી શરૂ કરવાનું પણ સામેલ છે.'
ફેન્સને વીડિયો શેર ના કરવાની અપીલ
ફિલ્મના પ્રોડક્શન હાઉસે ફેન્સને ક્લિપ શેર ના કરવાની ચેતવણી આપતા લખ્યું છે કે, 'અમે મીડિયા અને ફેન ક્લબના સભ્યોથી નિવેદન કરીએ છીએ કે તેઓ આ વીડિયોનો ઉપયોગ, શેર કે રિપોસ્ટ કરવાથી બચે. જેથી તેના એકાઉન્ટ્સ પર કોઈપણ પ્રકારનો પ્રતિબંધ ના લાગે. કૃપા કરીને ધ્યાન આપો કે આ પ્રકારની કોઈપણ કાર્યવાહી કે એકાઉન્ટ્સને ફરી શરૂ કરવા માટે પ્રોડક્શન હાઉસ જવાબદાર નહીં હોય. તમારી સમજદારી અને સહયોગ માટે આભાર.'









