રક્ષાબંધન જાહેરાત વિવાદમાં કૃતિ સેનનના સમર્થનમાં રાહુલ ગાંધી, કહ્યું-'મહિલા શું પહેરશે એ તેની પોતાની પસંદ'
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Rahul Gandhi Supports Kriti Sanon: બોલીવુડ અભિનેત્રી કૃતિ સેનન હાલમાં પોતાની એક સોશિયલ મીડિયા પોસ્ટને લઈને ભારે ચર્ચામાં છે. હવે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કૃતિની આ પોસ્ટને પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર શેર કરીને તેનું સમર્થન કર્યું છે, અને મહિલાઓની પસંદગી તથા સ્વતંત્રતા અંગે એક સ્પષ્ટ સંદેશ આપ્યો છે.
રાહુલ ગાંધીએ શેર કરી ઇન્સ્ટાગ્રામ સ્ટોરી
રાહુલ ગાંધીએ પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર કૃતિની પોસ્ટ શેર કરતાં લખ્યું, 'એક મહિલા શું પહેરે છે, તે શું કરે છે અને ક્યાં જાય છે, આ તેની પોતાની પસંદગી છે.' આ સાથે તેમણે મહિલાઓને તેમની સ્વતંત્રતા માટે ટ્રોલ કરવા સામે વિરોધ દર્શાવતા ઉમેર્યું કે, 'મહિલાઓને તેમની સ્વતંત્રતાનો ઉપયોગ કરવા બદલ ટ્રોલ કરવાનું બંધ કરો.' રાહુલ ગાંધીની આ ઇન્સ્ટાગ્રામ સ્ટોરી સામે આવ્યા બાદ કૃતિ સેનનની પોસ્ટ ફરી એકવાર ચર્ચાનો વિષય બની છે.
કૃતિ સેનને પોતાની પોસ્ટમાં શું લખ્યું હતું?
રક્ષાબંધનની એક જાહેરાતના સંદર્ભમાં થઈ રહેલી ભારે ટ્રોલિંગ વચ્ચે કૃતિ સેનને એક વિશેષ પોસ્ટ શેર કરી હતી. આ પોસ્ટમાં તેણે તહેવારની સાચી ભાવના અને મહિલાઓના પહેરવેશ પર થતી ટિપ્પણીઓ અંગે પોતાનો પક્ષ રાખ્યો હતો. કૃતિએ લખ્યું હતું કે, તહેવારોની ખરી સુંદરતા કપડાંમાં નહીં, પરંતુ તેની સાથે જોડાયેલી ભાવનાઓ અને પરંપરાઓમાં હોય છે. તેણે સ્પષ્ટ કર્યું કે, રક્ષાબંધન તેના અને તેની બહેન માટે એકબીજાનું રક્ષણ કરવા અને સાથ નિભાવવાનો સંબંધ છે. વધુમાં તેણે ઉમેર્યું કે, તેનો આ પ્રેમ અને પ્રાર્થના તેના પાલતુ શ્વાન સુધી પણ છે, કારણ કે તેઓ પણ પરિવારનો જ એક હિસ્સો છે.
માનસિકતા પર ઉઠાવ્યા સવાલ
ત્યારબાદ કૃતિએ મહિલાઓના કપડાં અંગે સમાજની માનસિકતા પર સવાલ ઉઠાવતા પૂછ્યું કે, મહિલાઓને શું પહેરવું જોઈએ તે કહેવાનું ક્યારે બંધ કરવામાં આવશે? તેણે ભારપૂર્વક જણાવ્યું કે, કોઈપણ મહિલાનું સન્માન અને તેની સંસ્કૃતિ પ્રત્યેનો લગાવ માત્ર તેના કપડાંથી માપી શકાય નહીં. સંસ્કૃતિ અને પરંપરાઓ દિલમાં હોય છે, નેકલાઇન(Neckline)માં નહીં.




