લાખોની ખરીદી અને કરોડોનો ફાયદો! અર્શદ વારસીએ અંધેરીની દુકાન કેટલામાં ખરીદીને કેટલામાં વેચી? જાણી લો 6.07 કરોડ રૂપિયાના આ તોતિંગ સોદાની વિગત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Massive Returns on Property Investment: બોલિવૂડના લોકપ્રિય એક્ટર અર્શદ વારસી તેની શાનદાર કોમેડી અને એક્ટિંગ ઉપરાંત રિયલ એસ્ટેટ માર્કેટમાં સ્માર્ટ ઇન્વેસ્ટમેન્ટ માટે પણ જાણીતો છે. તાજેતરમાં સામે આવેલા એક મોટા અહેવાલ અનુસાર, અર્શદ વારસીએ મુંબઈના પોશ ગણાતા અંધેરી વેસ્ટ વિસ્તારમાં આવેલી પોતાની એક મોંઘી કોમર્શિયલ પ્રોપર્ટી (દુકાન) વેચી દીધી છે. આ હાઈ-પ્રોફાઈલ રિયલ એસ્ટેટ ડીલના દસ્તાવેજો સોશિયલ મીડિયા અને મીડિયા પ્લેટફોર્મ્સ પર વાયરલ થતાં જ પ્રોપર્ટીની ખરીદ-વેચાણ કિંમત ભારે ચર્ચાનો વિષય બની છે.
આટલા લાખમાં ખરીદેલી દુકાન 6.07 કરોડ રૂપિયામાં વેચી
પ્રોપર્ટી રજિસ્ટ્રેશન દસ્તાવેજો અને મીડિયા અહેવાલો અનુસાર, એક્ટર અર્શદ વારસી અને તેની પત્ની મારિયા ગોરેટીએ વર્ષ 2012માં અંધેરી વેસ્ટના લોખંડવાલા કોમ્પ્લેક્સમાં આવેલી આ 412 સ્ક્વેર ફીટની કોમર્શિયલ દુકાન અંદાજે 82.50 લાખ રૂપિયામાં ખરીદી હતી. હવે 14 વર્ષ બાદ રિયલ એસ્ટેટ માર્કેટમાં આવેલા જોરદાર ઉછાળાનો ફાયદો ઉઠાવીને અર્શદ વારસીએ આ જ દુકાનનો સોદો પૂરા 6.07 કરોડ રૂપિયામાં કર્યો છે. આમ, લાખો રૂપિયાના રોકાણ સામે એક્ટરને કરોડો રૂપિયાનો જબરદસ્ત નફો મળ્યો છે.
લાખો રૂપિયાની ચૂકવી સ્ટેમ્પ ડ્યુટી
મુંબઈના અંધેરી વેસ્ટ વિસ્તારમાં જમીન અને દુકાનોના ભાવ હંમેશાં આસમાને હોય છે. આ તોતિંગ કોમર્શિયલ સોદા માટે ખરીદનાર પક્ષ ‘પિંક વિલા ઇન્ફ્રાપ્રોજેક્ટ્સ’ દ્વારા સરકારને પ્રોપર્ટીની કિંમત મુજબ અંદાજે 36.42 લાખ રૂપિયાની સ્ટેમ્પ ડ્યુટી અને 30,000 રૂપિયા રજિસ્ટ્રેશન ફી પેટે ચૂકવવામાં આવ્યા છે. આ ડીલ 2026ના જૂન મહિનાના અંતમાં સત્તાવાર રીતે પૂર્ણ કરવામાં આવી હતી.
અર્શદ વારસીના આગામી પ્રોજેક્ટની વાત કરીએ તો, તે ટૂંક સમયમાં જ બોલિવૂડની કેટલીક મોટી ફિલ્મોમાં મહત્ત્વની ભૂમિકામાં જોવા મળવાનો છે. ફિલ્મી પડદા પર ધમાલ મચાવવાની સાથે એક્ટરે રિયલ એસ્ટેટ માર્કેટમાં પણ આ મોટો સોદો કરીને સાબિત કર્યું છે કે તે પ્રોપર્ટી બિઝનેસમાં પણ પાકો ખેલાડી છે.









