અનિલ કપૂર એક નંબરનો જૂઠ્ઠો માણસ, લોકો મારી સાથે કામ કરવા માટે તરસતાં હતા: પ્રોડ્યુસરનો દાવો

| Image: Instagram |
Pahlaj Nihalani Said Anil Kapoor Liar: વર્ષ 1994માં આવેલી અનિલ કપૂરની ફિલ્મ 'અંદાજ'નું એક ગીત ખૂબ જ વાઈરલ થયું હતું જે લોકોને એટલું ખાસ પસંદ નહતું આવ્યું. ફિલ્મનું ગીત હતું 'ખડા હૈ, ખડા હૈ...'. આ ગીત ડબલ મિનિંગ લિરિક્સના કારણે ખૂબ ટ્રોલ થયું હતું. ખુદ અનિલ કપૂરે પણ કહ્યું હતું કે, મને જરાય અંદાજો નહતો કે, આ ગીત ડબલ મિનિંગવાળું હશે. જોકે, હવે આ મુદ્દે ફિલ્મના પ્રોડ્યુસર પહલાજ નિહલાનીએ એક્ટરની આ વાતને ખોટી કહી છે.
અનિલ કપૂર એક નંબરનો જૂઠ્ઠો છે
પ્રોડ્યુસર પહલાજ નિહલાનીએ હાલમાં જ પોતાના ઈન્ટરવ્યુ દરમિયાન ફિલ્મ 'અંદાજ'ના વિવાદિત ગીત 'ખડા હૈ, ખડા હૈ' અને 'માલગાડી' પર રિએક્ટ કર્યું હતું. તેમણે અનિલ કપૂરને જૂઠ્ઠો કહેતા કહ્યું કે, 'આ ફિલ્મના ગીત વિશે એક્ટરને પહેલાંથી જ જાણ હતી. મેં અનિલ કપૂરને એવું કહેતા સાંભળ્યું હતું કે, તેને ગીત પસંદ નથી ત્યારે મેં તેમને કહ્યું હતું કે, ફિલ્મ છોડી દો. મેં તેને આ ગીત સંભળાવ્યા પણ હતા. જોકે, તે ફિલ્મ કરવા માટે તડપી રહ્યો હતો. કરિશ્મા કપૂરે ખુદ સામેથી ફિલ્મમાં સામેલ થવાની માંગ કરી હતી. લોકો મારી સાથે કામ કરવા તરસતા હતા અને અનિલ કપૂર પણ તેમાંથી એક હતો. તેણે પોતાની ફ્લિમોમાંથી કેટલી બધી બી ગ્રેડ ફિલ્મ કરી છે. તે કેવી રીતે કહી શકે કે, તેણે અંદાજ ફિલ્મ ફક્ત પૈસા માટે કરી હતી? તે એક નંબરનો જૂઠ્ઠો છે. આવી કોઈ વાત જ નહતી થઈ.'
અનિલ કપૂરે કર્યો હતો ઈનકાર
પહલાજ નિહલાનીએ આગળ કહ્યું કે, અનિલ કપૂરે ગીત સાંભળ્યા બાદ કહ્યું હતું કે, ફિલ્મમાં આ ગીત હશે તો ફિલ્મ સુપરહિટ થશે. જ્યારે ખડા હૈ... ખડા હૈ... ગીત રેકોર્ડ થયું હતું, ત્યારે અનિકલ કપૂરને 50 વાર સંભળાવ્યું હતું. સાંભળતા જ તેણે કહ્યું હતું કે, આ ગીત ફિલ્મને સુપરહિટ બનાવી દેશે. મને જૂહી ચાવલાએ કહ્યું હતું કેસ ગીતમાં શું સ્ટેપ્સ છે? મેં કહ્યું હતું કે, એવા કોઈ સ્ટેપ્સ નથી. તમે સીન વાંચો અને તેની સાથે આને જોડો. અનિલ કપૂર તો આ ગીત માટે દીવાનો હતો અને તેને વિશ્વાસ હતો કે, ફિલ્મ અને ગીત સુપરહિટ થશે. હવે તે ખોટા ઈન્ટરવ્યુ આપીને બીજા માણસને નીચું બતાવવા ઈચ્છે છે. મેં આજસુધી કોઈ બી ગ્રેડ ફિલ્મ નથી બનાવી.'
અનિલ કપૂરની ફિલ્મ અંદાજ ડેવિડ ધવને ડિરેક્ટ કરી હતી. જેમાં અનિલ કપૂરની સાથે જૂહી ચાવલા સામેલ હતી. ફિલ્મમાં કરિશ્મા કપૂર અકે વિદ્યાર્થિનીનું પાત્ર ભજવી રહી છે, જેમાં અનિલ કપૂર તેના શિક્ષક હોય છે. આ એક કોમેડી ફિલ્મ છે, જેના ગીતોના કારણે ખૂબ વિવાદ ઊભો થયો હતો.

