હું ટાર્ગેટેડ ટ્રોલિંગનો શિકાર થઇ, લોકોએ કહ્યું મને એક્ટિંગ નથી આવડતી: જાણીતી અભિનેત્રીનું દર્દ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Anupama Parameswaran: અભિનેત્રી અનુપમા પરમેશ્વરનની ગણતરી દક્ષિણની ટોચની અભિનેત્રીઓમાં થાય છે. મલયાલી હોવા છતાં અનુપમાએ તેલુગુ સિનેમામાં પોતાનું નામ કમાયું છે. હવે અનુપમા સુરેશ ગોપીની ફિલ્મ જાનકી વર્સીસ કેરળ સ્ટેટ સાથે મલયાલમ સિનેમામાં વાપસી કરી રહી છે. ફિલ્મના ઓડિયો લોન્ચ ઈવેન્ટમાં અનુપમાએ પોતાની કારકિર્દીના શરૂઆતના દિવસોને યાદ કર્યા છે. અનુપમા પરમેશ્વરને પણ પોતાની સામે થયેલી ટીકાઓ વિશે ખુલ્લેઆમ વાત કરી છે.
લોકોએ કહ્યું મને એક્ટિંગ નથી આવડતી
અભિનેત્રીએ કહ્યું કે, મલયાલમમાં ઘણા લોકોએ મને એમ કહીને નકારી કાઢી કે મને એક્ટિંગ કેવી રીતે કરવી તે ખબર નથી, મને એક્ટિંગ નથી આવડતી. મારે ખૂબ ટ્રોલિંગનો પણ સામનો કરવો પડયો. લોકોએ જાણી જોઈને ટીકા કરી અને મને ટાર્ગેટ કરી. આ બધું છતાં આ ફિલ્મના દિગ્દર્શક પ્રવીણ નારાયણને મને લીડ રોલ તરીકે કાસ્ટ કરી. આ ફિલ્મમાં એક દિલ છે અને તે જાનકી છે. પ્રવીણ નારાયણનનો મને તેની જવાબદારી સોંપવા બદલ આભાર. અભિનેતા સુરેશ ગોપીએ તેમના સહ કલાકાર અનુપમા પરમેશ્વરનની પ્રશંસા કરી છે, તેમણે અનુપમાની તુલના સિમરન, નયનતારા અને અસિન જેવી સ્ટાર સાથે કરી છે. સુરેશ ગોપીએ કહ્યું કે શરૂઆતમાં આ ત્રણેયને પણ અવગણવામાં આવી હતી પરંતુ પછીથી તેઓ સ્ટાર બની ગયા.









