Get The App

પ્રિયંકાની વારાણસીનું શુટિંગ પાણીનાં વાંકે અટકી પડયું

Updated: May 5th, 2026

GS TEAM

Google News
Google News
પ્રિયંકાની વારાણસીનું શુટિંગ પાણીનાં વાંકે અટકી પડયું 1 - image

- 150 ટેન્કર પાણીની માંગ કરાઈ હતી  

- ઉનાળાને લીધે હાલ પાણી સાચવવું પડે તેમ હોવાથી મંજૂરી આપવા સ્થાનિક તંત્રનો ઈનકાર 

મુંબઇ : એસ એસ રાજામૌલીની ફિલ્મ 'વારાણસી'ના શૂટિંગમાં અચાનક  વિધ્દન આવ્યું છે. 

 હાલ આ ફિલ્મનું શૂટિંગ હૈદરાબાદમાં ચાલી રહ્યું છે. આ દરમિયાન તેમને ફિલ્મના એક દ્રશ્ય માટે ૧૫૦ ટેન્કર પાણીની જરૂરિયાત  હતી. તેથી તેમણે હૈદરાબાદના મેટ્રોપોલિટન વોટર સપ્લાઇ એન્ડ સીવેજ  બોર્ડને ફિલ્મના શૂટિંગ માટે ૧૫૦ ટેન્કર પાણી આપવા માગણી કરી હતી.   શહેરની બહારના એક સ્થળે માટેના સેટ પર પાણીની અંદરના દ્રશ્યને ફિલ્માવવા માટે પાણી જોઈતું હોવાનું જણાવાયું હતું. 

જોકે, બોર્ડે  હાલની  ગરમીનું કારણ આગળ ધરીને પાણી આપવાનો ઇન્કાર કરી દીધો હતો. તેમણે કહ્યુ ંહતું કે,  અત્યારે ઉનાળામાં પાણીની માંગ વધી છે ત્યારે સ્થાનિક લોકો માટે પાણીનો પુરવઠો જાળવી રાખવો જરૂરી છે. જેથી તે બિનજરૂરી કામો માટે આટલા ટેન્કર આપી શકે એમ નથી. 

પરિણામે  પ્રિયંકા તથા મહેશબાબુની ફિલ્મનું શૂટિંગ હાલ અટક્યું છે.