Get The App

પ્રિયંકા ચોપરાની વારાણસીનું હજુ છ માસનું શૂટિંગ બાકી

Updated: Feb 28th, 2026

GS TEAM

Google News
Google News
પ્રિયંકા ચોપરાની વારાણસીનું હજુ છ માસનું શૂટિંગ બાકી 1 - image

- 14 માસથી શૂટિંગ ચાલી રહ્યું છે

- પ્રિયંકાએ આ ફિલ્મ શૂટિંગને મેરેથોન સમાન ગણાવ્યું  : એપ્રિલ 2027માં રીલિઝની સંભાવના

મુંબઇ : પ્રિયંકા ચોપરા તથા મહેશબાબુની ફિલ્મ 'વારાણસી'નું શૂટિંગ ૧૪ મહિનાથી ચાલી રહ્યું છે અને હજુ તેનું છ માસનું શૂૂટિંગ બાકી છે. 

પ્રિયંકાએ જાતે કન્ફર્મ કર્યું હતું કે આ  ફિલ્મનું હજુ છ મહિનાનું શિડયૂલ બાકી છે. ફિલ્મ શૂટિંગ માટે પ્રિયંકા ભારત અને અમેરિકા વચ્ચે અવરજવર કરી રહી છે. રાજામૌલીની આ  મહત્વાકાંક્ષી ફિલ્મ એપ્રિલ ૨૦૨૭માં રીલિઝ કરવાનું હાલ નક્કી કરાયું છે. 

પ્રિયંકાએ કહ્યું હતું કે મેં  છ વરસથી મેં ભારતની કોઇ ફિલ્મમાં કામ કર્યું નહતું. પરંતુ રાજામૌલીની વારાણસીની ઓફરને નકારી શકી નહોતી. રાજામોલી ભારતના સૌથી પ્રતિભાશાળી દિગ્દર્શકોમાંનો એક છે.

ફિલ્મનાં શૂટિંગ માટે તેલંગણામાં જ વારાણસીનો સેટ તૈયાર કરાયો છે. આ ઉપરાંત ફિલ્મના કેટલાક ભાગનું શૂટિંગ ઓડિસામાં તથા કેટલાક ભાગનું  શૂટિંગ આફ્રિકામાં થયું છે.