| Image : Instagram/nickjonas |
Priyanka Chopra Hits Back at Haters: ગ્લોબલ સ્ટાર પ્રિયંકા ચોપરા ઈન્ડિયન સિનેમામાં કમબેક ફિલ્મ ‘વારાણસી’ને લઈને ફરી એકવાર ચર્ચામાં છે. ફેન્સ પ્રિયંકાની આગામી ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. તેવામાં તાજેતરમાં જ પ્રિયંકાએ એક ઈન્ટરવ્યૂમાં આગામી ફિલ્મ અને તેની પર્સનલ લાઈફ સાથે જોડાયેલી કેટલીક વાતો કહી હતી. જેમાં તેણે હેટર્સને જડબાતોડ જવાબ આપ્યો હતો.
પ્રિયંકા ચોપરાએ હેટર્સને આપ્યો જડબાતોડ જવાબ!
પ્રિયંકા ચોપરાએ કહ્યું કે, ‘હોલિવૂડના ફેમસ સિંગર-એક્ટર નિક જોનસ સાથે મારા લગ્નને લઈને કેટલાક લોકોએ વાંધા ઊભા કર્યા હતા. અમારા લગ્નના 8 વર્ષ થઈ ગયા છે. જો લોકો હજુ પણ એ વિચારી રહ્યા છે કે આ સંબંધ ક્યારે તૂટે કે બરબાદ થાય, તો તે એમની મરજી...’
આ વિશે આગળ તેણે કહ્યું કે, ‘મેં તેના વિશે વિચારવાનું બંધ કરી દીધું છે. મને ખબર નથી કે અમે એવું શું કર્યું જેનાથી લોકો અમારા સંબંધો વિશે આટલા નારાજ થયા. કદાચ એનું કારણ એ હશે કે અમે અલગ અલગ દેશોના છીએ, અલગ અલગ ધર્મના છીએ અને ઉંમરનો તફાવત છે. આ બધું સાંભળવું ખૂબ જ દુઃખદાયક હતું. હવે હું અમારા સંબંધોને લઈને થતી ચર્ચાઓથી પરેશાન નથી.’
પ્રિયંકાએ પતિના કર્યાં વખાણ
પતિના વખાણ કરતા પ્રિયંકાએ કહ્યું કે, ‘અમારા લગ્ન બહુ જલ્દી થયા હતા, અમારા મળ્યાના માત્ર છ મહિનામાં. જ્યારે મે નિક સાથે લગ્ન કર્યા ત્યારે મને પણ લાગી રહ્યું હતું કે, આ સાચુ જ થઈ રહ્યું છે કે નહીં! નિકમાં સાચાપણું, ઈમાનદારી છે, જે મને હંમેશ પ્રેરણા આપે છે. મારા પ્રોફેશનમાં રોલ બદલાતા હોય છે, પરંતુ નિક હંમેશા સાચુ બોલે છે. નિક ઘણી નાની ઉંમરથી કામ કરવા લાગ્યા હતા. તેમના મમ્મી-પપ્પા બહુ સારા, સમજુ અને સાચા માણસ છે, સંત જેવા. ત્યારે જ હું સમજી ગઈ હતી કે આ ગુણ તેનામાં ક્યાંથી આવ્યા છે.’
આ પણ વાંચો: રાજપાલ યાદવને મોટો ઝટકો! હજુ જેલમાં જ રહેવું પડશે, હાઈકોર્ટે કહ્યું- 25 વખત તો તક આપી...
તમને જણાવી દઈએ કે, પ્રિયંકા અને નિકના લગ્ન વર્ષ 2018માં થયા હતા. બંને વચ્ચે લગભગ 10 વર્ષનું અંતર છે, જેને લઈને ઘણાં લોકોએ સવાલો ઉઠાવ્યા હતા. જોકે, આ મામલે કપલે પોતાની કેમેસ્ટ્રી દર્શાવીને હેટર્સને જડબાતોડ જવાબ આપ્યો હતો. તેઓને સંતાનમાં એક પુત્રી છે, જેનો જન્મ વર્ષ 2022માં થયો હતો.


