Get The App

પ્રિયંકા ચોપરા અને અનુરાગ કશ્યપ બન્યા ટોરન્ટો ફિલ્મ ફેસ્ટિવલના બ્રાન્ડ એમ્બેસેડર

- હાલ આ ફેસ્ટિવલ સપ્ટેમ્બરમાં યોજાય તેવી જાહેરાત કરવામાં આવી છે

Updated: Jun 27th, 2020

GS TEAM

Google News
Google News
પ્રિયંકા ચોપરા અને અનુરાગ કશ્યપ બન્યા ટોરન્ટો ફિલ્મ ફેસ્ટિવલના બ્રાન્ડ એમ્બેસેડર 1 - image


(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા. 26 જૂન 2020, શુક્રવાર

ટોરન્ટો ફિલ્મ ફેસ્ટિવલ ૨૦૨૦થી જોડાયેલી સૂચના બહાર પાડવામાં આવી છે. આ ૪૫મો ફેસ્ટિવલ છે, તેમજ તેને સપ્ટેમ્બરમાં યોજવાની ઘોષણા કરવામાં આવી છે. આ ફેસ્ટિવલમાં પ્રિયંકા ચોપરા ્અને અનુરાગ કશ્યપને બ્રાન્ડ એમ્બેસેડર બનાવામા ંઆવ્યા છે. 

એક રિપોર્ટના અનુસાર, ટોરન્ટો ફિલ્મ ફેસ્ટિવલ ૧૦ થી ૧૯ સપ્ટેમ્બરમાં યોજાવાનો છે. આ વખતે કોરોના રોગચાળાને કારણે ફેસ્ટિવલમાં થોડા બદલાવ કરવામા ંઆવ્યા છે. આ વખતે ફિલ્મોની સ્ક્રીનિંગમાં સોશિયલ અને ફિઝિકલ ડિસ્ટસિનનું ધ્યાન રાખવામા ં આવશે. તેમજ ફિલ્મ ફેસ્ટિવલમાં હાજર રહેલા લોકોના પણ સ્વાસ્થ્યની સુરક્ષા જળવાઇ રહે તેમજ ગાઇડલાઇન્સનું પાલન કરવામાં તકેદારી રાખવામાં આવશે. 

ટોરન્ટો ફિલ્મ ફેસ્ટિવલમાં પહેલી વખત ટોરન્ટોની બહારના લોકોને કનેક્ટ કરવા માટે ડિજિટલ  પ્લેટફોર્મ પર લાવવામાં આવવાનો છે. કોરોનાના કારણે પડેલી આર્થિક અસરને જોઇને સ્ટાફની કમીની પણ વાત બહાર આવી છે. 

Tags :