Entertainment
અજય દેવગણની દ્રશ્યમ થ્રીમાં પ્રકાશ રાજની પણ એન્ટ્રી
By GS Team
12 Feb 20261 min read

- જયદીપ અહલાવત પછી વધુ એક નવી એન્ટ્રી
- જોકે, પ્રકાશ રાજ અક્ષય ખન્નાવાળું પોલીસ અધિકારીનું પાત્ર ભજવવાનો નથી
મુંબઈ : અજય દેવગણની 'દ્રશ્યમ થ્રી'માં હવે સાઉથના પીઢ એક્ટર પ્રકાશ રાજની પણ એન્ટ્રી થઈ છે. અગાઉ અક્ષય ખન્નાએ આ ફિલ્મ છોડી દીધા બાદ તેના સ્થાને જયદીપ અહલાવતની એન્ટ્રી થઈ હતી. તે પછી હવે તેમાં પ્રકાશ રાજ એક નવું પાત્ર ભજવશે.
અગાઉ એવી અટકળો હતી કે પ્રકાશ રાજને અક્ષય ખન્નાની જગ્યાએ સિનિયર પોલીસ અધિકારીની ભૂમિકા સોંપાઈ છે. જોકે, પ્રકાશ રાજે પોતે જ ક્લિયર કર્યું હતું કે હું ફિલ્મમાં કોઈ અન્ય કલાકારના સ્થાને ગોઠવાયો નથી.
ઉલ્લેખનીય છે કે અજય દેવગણની હિન્દી ફિલ્મ આગામી ઓક્ટોબરમાં રીલિઝ થવાની છે. બીજી તરફ મોહનલાલની મુખ્ય ભૂમિકા ધરાવતી મલયાલમ 'દ્રશ્યમ થ્રી' આગામી એપ્રિલ માસમાં જ રીલિઝ થઈ જવાની છે.









