Entertainment

પ્રભાસ આગામી ફિલ્મ માટે નાટુ નાટુ ગીતના કોરિયોગ્રાફર પ્રેમ રક્ષિત સાથે કામ કરશે

By GS TEAM
16 Nov 20251 min read
પ્રભાસ આગામી ફિલ્મ માટે નાટુ નાટુ ગીતના કોરિયોગ્રાફર પ્રેમ રક્ષિત સાથે કામ કરશે

- જોકે અભિનેતા તેમ જ કોરિયોગ્રાફરે સત્તાવાર સમર્થન આપ્યું નથી

મુંબઇ : પ્રભાસની આગામી ફિલ્મની તૈયારી શરૂ થઇ ગઇ છે. જોકે આ ફિલ્મના નિર્માતા-દિગ્દર્શક, અન્ય કાસ્ટ તેમજ ફિલ્મની પટકથા વિશે માહિતી જાહેર કરવામાં આવી નથી. પરંતુ આ ફિલ્મના  કોરિયોગ્રાફર તરીકે પ્રેમ રક્ષિતને લેવામાં આવ્યો છે. જેણે નાટુ નાટુ ગીત માટે ઓસ્કાર એવોર્ડ મેળવ્યો હતો. આ ફિલ્મ દર્શકો માટે એક કૌતુક અને ચમત્કાર સમાનનીવડશે તેમ સૂત્રે જણાવ્યું હતું. ફિલ્મની ટીમને પૂરતો વિશ્વાસ છે કે, આ ફિલ્મ દર્શકોને ચોક્કસ આકર્ષિત કરશે. 

એક રિપોર્ટના અનુસાર,આ ફિલ્મ દર્શકો માટે એક ખાસ ફિલ્મ હશે.આ ફિલ્મની સત્તાવાર જલદી જ ઘોષણા કરવામાં આવશે. 

હાલમાં જ પ્રભાસની ફિલ્મ સ્પિરિટનો એક વીડિયો જોવા મળ્યો હતો.