Entertainment

પ્રભાસની ફિલ્મ ફૌઝી હવે ડિસેમ્બરને બદલે માર્ચમાં રજૂ કરવામાં આવશે

By GS Team
11 Oct 20261 min read
TukuTouch Logo
પ્રભાસની આગામી ફિલ્મ 'ફૌઝી' હવે ડિસેમ્બરને બદલે માર્ચ 2027માં રિલીઝ થશે. મુંબઈમાં આ ફિલ્મના શૂટિંગમાં વિલંબ થતાં, 'સ્પિરિટ'ની રિલીઝ પણ પાછળ ઠેલાશે. 'સ્પિરિટ'માં પ્રભાસ સાથે તૃપ્તિ ડિમરી અને વિવેક ઓબેરોય છે. જો 'ફૌઝી' 18 માર્ચે આવશે, તો 5 માર્ચના બદલે 'સ્પિરિટ' પણ મોડી રજૂ થશે. એક મહિનામાં પ્રભાસની બે ફિલ્મો ભાગ્યે જ આવે છે.

Summarized by AI; it may make mistakes. Check important info

પ્રભાસની ફિલ્મ ફૌઝી હવે  ડિસેમ્બરને બદલે માર્ચમાં રજૂ કરવામાં આવશે
  • ફિલ્મ સ્પિરીટની રિલિઝ પાછળ ધકેલવામાં આવશે
  • ફૌઝીનું શૂટિંગ ડિસેમ્બરના અંતમાં પુરૂ થયા બાદ તેને માર્ચમાં રિલિઝ કરવાની તૈયારી

મુંબઇ : પ્રભાસની આગામી ફિલ્મ ફૌઝી જે ડિસેમ્બરમાં રિલિઝ થવાની હતી તેની રજૂઆત હવે પાછળ ધકેલાતાં તેને હવે માર્ચ ૨૦૨૭માં થિયેટર્સમાં રિલિઝ કરવામાં આવશે. ફૌઝી મોડી પડવાને પગલે સ્પિરીટ ફિલ્મનેી રજૂઆત પણ પાછળ ધકેલાવાની સંભાવનાઓ છે. સ્પિરીટ પાંચ માર્ચે રજૂ કરવાની જાહેરાત કરવામાં આવી હતી.
સંદીપ રેડ્ડી વાંગાની એક્શન થ્રીલર ફિલ્મ સ્પિરીટમાં પ્રભાસની હિરોઇન તૃપ્તિ ડિમરી છે. ફિલ્મમાં ખલનાયકની ભૂમિકા વિવેક ઓબેરોયે ભજવી છે. સ્પિરીટને પાંચ માર્ચે રજૂ કરવાની જાહેરાત કરાઇ છે પણ જો ફૌઝીને ૧૮ માર્ચે રિલિઝ કરવામાં આવશે તો સ્પિરીટની રજૂઆત પણ લંબાશે. સામાન્ય રીતે પ્રભાસની બે ફિલ્મો એક મહિનામાં રજૂ કરવામાં આવતી નથી. એક અટકળ એવી પણ કરવામાં આવી રહી છે કે પ્રભાસના ૪૭મા જન્મદિને ૨૩ ઓક્ટોબરે ફૌઝીને રિલિઝ કરવામાં આવશે.
ફૌઝીમાં ઇમાન્વી હિરોઇન તરીકે એન્ટ્રી મારી રહી છે.