Get The App

VIDEO: AP Dhillonએ તારા સુતરિયાને કિસ કરી, બોયફ્રેન્ડની હાલત જોવા જેવી

Updated: Dec 27th, 2025

GS TEAM

Google News
Google News
VIDEO: AP Dhillonએ તારા સુતરિયાને કિસ કરી, બોયફ્રેન્ડની હાલત જોવા જેવી 1 - image

AP Dhillon Tara Sutaria Kiss Video: ક્રિસમસનો તહેવાર બોલિવૂડમાં ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ ખાસ અવસર પર ઘણા સેલેબ્સે પાર્ટી હોસ્ટ કરી હતી. બીજી તરફ કેટલાક સેલેબ્સ ફેમસ પંજાબી સિંગર AP Dhillonના મુંબઈ કોન્સર્ટમાં નજર આવ્યા હતા. બોલિવૂડ સુપરસ્ટાર સંજય દત્ત સહિત ઘણા સ્ટાર્સ એપી ઢિલ્લોંના કોન્સર્ટમાં પહોંચ્યા હતા. સંજય દત્તે કેન્સર્ટમાં શાનદાર એન્ટ્રી કરી હતી. બીજી તરફ એક્ટ્રેસ તારા સુતારિયાએ પણ એપી સાથે સ્ટેજ શેર કર્યો હતો. આ દરમિયાન એપીએ તારા સાથે કંઈક એવું કરી દીધું કે, એક્ટ્રેસનો બોયફ્રેન્ડ અને એક્ટર વીર પહારિયા જોતો જ રહી ગયો. 

એપી ઢિલ્લોં હાલમાં 'One Of One' ટૂર કરી રહ્યો છે. તેના ભાગ રૂપે 26 ડિસેમ્બરે તેણે મુંબઈના Jio World Convention Centreમાં પરફોર્મ કર્યું હતું. તેને સાંભળવા માટે હજારોની ભીડ ઉમટી પડી હતી. બોલિવૂડ અને ટીવી સ્ટાર્સની હાજરીએ તેની આ સાંજને વધુ ખાસ બનાવી દીધી. આ એક્ટ્રેસ તારા સુતારિયાએ મહેફિલ લૂંટી હતી. તે સ્ટેજ પર ઢિલ્લોં સાથે ડાન્સ કરતી જોવા મળી અને આ વચ્ચે જ સિંગરે તેને કિસ કરી દીધી. હવે તેમનો આ વીડિયો ખૂબ વાઈરલ થઈ રહ્યો છે. 



AP Dhillonએ તારા સુતરિયાને કિસ કરી

સોશિયલ મીડિયા પર એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે જેમાં જોઈ શકાય છે કે, એપી ઢિલ્લોં વ્હાઈટ આઉટફીટમાં છે અને તારા સુતારિયા બ્લેક ડ્રેસમાં નજર આવી રહી છે. કોન્સર્ટ વચ્ચે તારા સ્ટેજ પર પહોંચે છે અને તે સિંગરના સિંગિંગ પર ડાન્સ કરવા લાગે છે. બંને એકકબીજાને ગળે લગાવે છે અને ત્યારબાદ એપી ઢિલ્લોં એક્ટ્રેસને કિસ કરી લે છે. ત્યારબાદ તે એક્ટ્રેસને હાથ પકડીને તેને સ્ટેજની આગળની તરફ લઈ જાય છે. 

આ પણ વાંચો: અક્ષય ખન્નાને પ્રોડ્યુસરે પાઠવી લીગલ નોટિસ! કહ્યું- સફળતા તેના માથે ચડી ગઈ છે: જાણો શું છે વિવાદ

બોયફ્રેન્ડની હાલત જોવા જેવી થઈ

હવે સોશિયલ મીડિયા પર તારા અને એપી ઢિલ્લોંનો આ વીડિયો ખૂબ વાઈરલ થઈ રહ્યો છે. આ વીડિયોને તારા સુતારિયાના બોયફ્રેન્ડ અને એક્ટર વીર પહારિયાના રિએક્શને વધુ ખાસ બનાવી દીધો. આ દરમિયાન ભીડમાં ઉભા રહીને તારાનો બોયફ્રેન્ડ વીર પહારિયા એપી ઢિલ્લોં તરફ જોતો જોવા મળ્યો હતો. તે સિંગરના ગીતો પર લિપ-સિંક કરતો પણ દેખાતો હતો. વાયરલ વીડિયોમાં વીર થોડો સ્ટ્રેસમાં દેખાતો હતો. હવે ચાહકો આ વીડિયો પર ખૂબ કોમેન્ટ કરી રહ્યા છે.