Entertainment

જેક્લિનનાં જુગ્ની ગીતની એઆઈ જનરેટેડ ક્લિપ અંગે પોલીસ ફરિયાદ

By GS Team
2 Aug 20261 min read
TukuTouch Logo
જેક્લિન ફર્નાન્ડિઝના 'જુગ્ની' ગીતનો AI જનરેટેડ વીડિયો વાયરલ થતાં ખળભળાટ મચી ગયો છે. ગાયક સોનુ ઠુકરાલે દાવો કર્યો છે કે, વીડિયોમાં જેક્લિનના વસ્ત્રો અસ્તવ્યસ્ત દર્શાવાયા છે તે છેડછાડ કરાયેલો છે. તેમણે મુંબઈ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. સોનુ ઠુકરાલે પોલીસ સ્ટેશનથી ફરિયાદની કોપી સાથેની તસવીર પણ શેર કરી. 15 જુલાઈએ રજૂ થયેલું આ ગીત સોનુ ઠુકરાલ અને બી પ્રાકે બનાવ્યું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જેક્લિનનાં જુગ્ની ગીતની એઆઈ જનરેટેડ ક્લિપ અંગે પોલીસ ફરિયાદ

મુંબઈ : જેક્લિન ફર્નાન્ડિઝનાં 'જુગ્ની' ગીતમાં તેનાં વસ્ત્રો અસ્તવ્યસ્ત થઈ ગયાં હોવાની ક્લિપ ફરતી થઈ છે. ગાયક સોનુ ઠુકરાલે આ ક્લિપ એઆઈ જનરેટેડ હોવાનો દાવો કરી આ મુદ્દે પોલીસને ફરિયાદ આપી છે.
સોનુએ જણાવ્યું કે આ છેડછાડ કરાયેલા વીડિયોને ઓનલાઈન વાયરલ કરાયો છે.સોનુ ઠુકરાલે સોશિયલ મીડિયા પર પોલીસ સ્ટેશનથી એક તસવીર શેર કરી જેમાં તેઓ ફરિયાદની કોપી પકડી રહેલા દેખાય છે. તેમણે જણાવ્યું કે વાયરલ વીડિયોને એઆઈ ટેકનોલોજીનો ઉપયોગ કરીને ડિજિટલ રીતે બદલવામાં આવ્યો હતો. ૧૫ જુલાઈએ રજૂ થયેલું ગીત 'જુગ્ની' સોનુ ઠુકરાલ અને બી પ્રાક બંનેએ કોલબરેટ કરીને બનાવ્યું છે. વ્યાવસાયિક મોરચે જેકલીન છેલ્લે અહમદ ખાનના દિગ્દર્શનમાં બનેલી ફિલ્મ 'વેલકમ ટૂ જંગલ'માં જેનીના રોલમાં દેખાઈ હતી. તાજેતરની ચર્ચા મુજબ તે ટૂંક સમયમાં એક હોરર ફિલ્મમાં દેખાશે. જો કે હજી સુધી તેની કોઈ સત્તાવાર જાહેરાત નથી થઈ.