Get The App

મોહનલાલ-મમૂટીનો જાદુ ચાલ્યો: 'પેટ્રિયટ' એ બે જ દિવસમાં 50 કરોડનો આંકડો વટાવ્યો!

Updated: May 3rd, 2026

GS TEAM

Google News
Google News
મોહનલાલ-મમૂટીનો જાદુ ચાલ્યો: 'પેટ્રિયટ' એ બે જ દિવસમાં 50 કરોડનો આંકડો વટાવ્યો! 1 - image



Patriot movie box office collection: મલયાલમ સિનેમાના બે દિગ્ગજ સુપરસ્ટાર મોહનલાલ અને મમૂટીની જોડી લાંબા સમય પછી ફિલ્મ પેટ્રિયટ દ્વારા રૂપેરી પડદે સાથે જોવા મળી છે. આ જોડીનો ક્રેઝ એટલો છે કે ફિલ્મે માત્ર બે દિવસમાં જ વિશ્વભરમાં ડંકો વગાડ્યો છે. બંન્ને સ્ટાર્સને જોવા માટે સમગ્ર વિશ્વમાં રહેલા મલયાલી નાગરિકો પડાપડી કરી રહ્યાં છે. 

વર્લ્ડવાઈડ બોક્સ ઓફિસ કલેક્શન

Sacnilk ના અહેવાલ મુજબ, પેટ્રિયટે બે દિવસમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. ફિલ્મે દુનિયાભરમાંથી કુલ 50.23 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે. વિદેશી માર્કેટમાં ફિલ્મે રેકોર્ડબ્રેક 31.50 કરોડ રૂપિયાની કમાણી કરી છે. બીજા દિવસે ઓવરસીઝમાં ફિલ્મે 15 કરોડ રૂપિયા મેળવ્યા હતા.

આ પણ વાંચો: ભાજપ 500-700 મતે આગળ હોય તો તરત રિ-કાઉન્ટિંગ માંગજો, મમતા બેનરજીનો એજન્ટોને કડક આદેશ

ભારતમાં પ્રદર્શન

ભારતીય બોક્સ ઓફિસ પર પણ ફિલ્મને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. ભારત (ગ્રોસ કલેક્શન): 18.73 કરોડ રૂપિયા થયું છે. ભારત (નેટ કલેક્શન) 16.15 કરોડ રૂપિયા. પહેલો અને બીજો દિવસે ફિલ્મે પહેલા દિવસે 10 કરોડ અને બીજા દિવસે 6.15 કરોડનું નેટ કલેક્શન કર્યું છે. રવિવારે પોઝિટિવ વર્ડ ઓફ માઉથને કારણે કમાણીમાં મોટો ઉછાળો આવવાની આશા છે.

સ્ટાર કાસ્ટ

મહેશ નારાયણન દ્વારા નિર્મિત આ ફિલ્મ માત્ર મલયાલમ ભાષામાં જ રિલીઝ થઈ છે. ફિલ્મનો રનટાઈમ 2 કલાક 57 મિનિટ છે. જેમાં મોહનલાલ, મમૂટી, રાજીવ મેનન, નયનતારા, ફહાદ ફાસિલ અને રેવતી જેવા દિગ્ગજ સ્ટાર્સ હોવા ઉપરાંત મ્યુઝિક સુશીન શ્યામમે આપ્યું છે. ઉલ્લેખનીય છે કે પેટ્રિયટની સાથે રાજા શિવાજી અને એક દિન જેવી ફિલ્મો પણ રિલીઝ થઈ છે. જેમાં રાજા શિવાજીને સારો પ્રતિસાદ મળી રહ્યો છે, જ્યારે એક દિનની હાલત બોક્સ ઓફિસ પર નબળી છે.