Entertainment

જલ્દી આપીશું ગુડ ન્યૂઝ', પરિણીતિ-રાઘવે કપિલ શર્માના શો પર આપી હિંટ, ફેન્સ થયા ખુશ

By GS TEAM
2 Aug 20252 mins read
TukuTouch Logo
કોમેડી કિંગ કપિલ શર્માના શોમાં ગયા અઠવાડિયે રાઘવ ચઢ્ઢા અને પરિણીતી ચોપરા મહેમાન બન્યા હતા. વાતચીત દરમિયાન ખૂબ મજા આવી અને તે દરમિયાન પરિણીતી-રાઘવે ફેમિલી પ્લાનિંગ વિશે પણ સંકેત આપ્યો. વાતચીત દરમિયાન કપિલ શર્માએ જણાવ્યું કે, કેવી રીતે તેમની માં કોમેડિયનના લગ્ન પછી સીધી 'પૌત્ર-પૌત્રી'ના મૂડમાં આવી ગઈ હતી અને લગ્ન પછી તેણે કપિલ શર્મા અને ગિન્ની ચતરથને જલ્દી બાળકનું આયોજન કરવાની સલાહ આપી હતી.

Summarized by AI; it may make mistakes. Check important info

જલ્દી આપીશું ગુડ ન્યૂઝ', પરિણીતિ-રાઘવે કપિલ શર્માના શો પર આપી હિંટ, ફેન્સ થયા ખુશ

Parineeti Chopra Pregnancy:  કોમેડી કિંગ કપિલ શર્માના શોમાં ગયા અઠવાડિયે રાઘવ ચઢ્ઢા અને પરિણીતી ચોપરા મહેમાન બન્યા હતા. વાતચીત દરમિયાન ખૂબ મજા આવી અને તે દરમિયાન પરિણીતી-રાઘવે ફેમિલી પ્લાનિંગ વિશે પણ સંકેત આપ્યો. વાતચીત દરમિયાન કપિલ શર્માએ જણાવ્યું કે, કેવી રીતે તેમની માં કોમેડિયનના લગ્ન પછી સીધી 'પૌત્ર-પૌત્રી'ના મૂડમાં આવી ગઈ હતી અને લગ્ન પછી તેણે કપિલ શર્મા અને ગિન્ની ચતરથને જલ્દી બાળકનું આયોજન કરવાની સલાહ આપી હતી.

આ પણ વાંચો: મહિલા ઈન્ફ્લુએન્સર વિશે અપશબ્દો બોલનારા કોમેડિયનને અભિનેત્રી કુશા કપિલાએ ઝાટક્યો

પ્રેગ્નેન્સીને લઈને રાઘવે આપ્યું નિવેદન

કપિલ શર્માએ જણાવ્યું કે, તેમની માતાએ કહ્યું કે, કાં તો જલ્દી ફેમિલી પ્લાનિંગ કરો અથવા પ્રેશર કૂકરની જેમ પ્રેશર માટે તૈયાર રહો. વાતચીત દરમિયાન રાઘવ ચઢ્ઢાએ અચાનક ધમાકો કર્યો અને કહ્યું, 'દેંગે આપકો દેંગે... ગુડ ન્યૂઝ જલદી દેંગે.' રાઘવ ચઢ્ઢાના નિવેદન પછી પરિણીતી ચોપરાની પ્રતિક્રિયાને સાથ આપ્યો હતો. જ્યાં એક તરફ અભિનેત્રી આઘાતમાં હતી, તો બીજી બાજુ તે પોતાનું હાસ્ય રોકવાની કોશિશ કરતી જોવા મળી. પછી કપિલ શર્માએ આ વિષયને થોડો લંબાવવાનો પ્રયાસ કર્યો હતો.

આ પણ વાંચો: ભારતના આ સ્ટારે જીત્યા હતા 36 નેશનલ ઍવોર્ડ: શાહરુખ, સલમાન, અક્ષય કોઈ રેકોર્ડ તોડી શકે તેમ નથી

કપિલ શર્માએ કહ્યું - શું આપણે લાડુ વહેંચવાનું શરૂ કરીએ

કપિલ શર્માએ આશ્ચર્ય સાથે પૂછ્યું, 'શું કોઈ ગુડ ન્યૂઝ આવી રહ્યા છે? શું આપણે લાડુ વહેંચવાનું શરૂ કરી દઈએ?' ત્યારે  પરિણીતી ચોપરાના પતિ રાઘવ ચઢ્ઢાએ વાત કરતાં કહ્યું, 'યોગ્ય સમયે કરીશ...' ઉલ્લેખનીય છે કે,પરિણીતી ચોપરાએ એક વખત કહ્યું હતું કે, તે ક્યારેય રાજકારણી સાથે લગ્ન નહીં કરે, પરંતુ પછી રાઘવ ચઢ્ઢા ગમવા લાગ્યો હતો તેથી તેની સાથે લગ્ન કર્યા હતા. કપિલ શર્મા શોમાં આ અંગે તેને ચીડવવામાં આવી હતી, પરંતુ ત્યારે રાઘવે મજાકમાં કહ્યું કે, તે હવે કેવી રીતે દરરોજ સવારે પરિણીતીને કહે છે કે રાઘવ ક્યારેય વડાપ્રધાન નહીં બને.