ભારતના આ સ્ટારે જીત્યા હતા 36 નેશનલ ઍવોર્ડ: શાહરુખ, સલમાન, અક્ષય કોઈ રેકોર્ડ તોડી શકે તેમ નથી
(IMAGE - IANS) |
Most National Award Winner: 1 ઓગસ્ટના રોજ નેશનલ ઍવોર્ડની જાહેરાત કરવામાં આવી હતી. આ દરમિયાન 2023 માં રિલીઝ થયેલી ફિલ્મોમાં શ્રેષ્ઠ કામ કરનારા કલાકારોનું સન્માન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન બોલિવૂડ ઇન્ડસ્ટ્રીનો બાદશાહ કહેવાતા શાહરૂખ ખાનને પણ એવોર્ડ મળ્યો હતો. આ તેનો પહેલો નેશનલ ઍવોર્ડ હતો. આ અભિનેતાએ પોતાની કારકિર્દીમાં પોતાના દમ પર ખ્યાતિ અને પ્રશંસા મેળવી છે. પણ શું તમે હિન્દી સિનેમાના ઇતિહાસમાં એક એવા વ્યક્તિત્વ વિશે જાણો છો કે જેમણે એક કે બે નહીં પરંતુ 36 નેશનલ ઍવોર્ડ જીત્યા છે. વાત છે સત્યજીત રેની.
સત્યજીત રેએ જીત્યા હતા 36 નેશનલ ઍવોર્ડ
સત્યજીત રેને તેમની કારકિર્દીમાં 36 નેશનલ ઍવોર્ડ મળ્યા છે. તેમને વિવિધ કેટેગરીમાં નેશનલ ઍવોર્ડ આપવામાં આવ્યા છે. તેમને બેસ્ટ ફીચર ફિલ્મ, બેસ્ટ ડિરેક્ટર અને બેસ્ટ સ્ક્રીનપ્લે માટેના ઍવોર્ડ પણ મળ્યા છે. આ ઉપરાંત, તેમને ભારત સરકાર તરફથી પદ્મશ્રી, પદ્મ ભૂષણ, પદ્મ વિભૂષણ અને ભારત રત્ન જેવા સન્માનો પણ મળ્યા છે.
સત્યજીત રેએ 40 વર્ષની ફિલ્મ કારકિર્દી રહી
સત્યજીત રેનો જન્મ 2 મે, 1921ના રોજ કોલકાતામાં થયો હતો. તેમના પિતા સુકુમાર રે એક લેખક હતા જેમણે ઘણી બંગાળી ફિલ્મો લખી હતી. સત્યજીત રે એક કોમર્શિયલ આર્ટીસ્ટ હતા પરંતુ તેમનો હંમેશા સ્વતંત્ર ફિલ્મો પ્રત્યેનો ઝુકાવ રહ્યો. જ્યારે સત્યજીત રે ફ્રેન્ચ ફિલ્મ નિર્માતા જીન રેનોઇરને મળ્યા, ત્યારે તેમનો ફિલ્મો પ્રત્યેનો ઝુકાવ વધ્યો. સત્યજીત રેની 40 વર્ષની ફિલ્મ કારકિર્દીમાં તેમણે ફીચર ફિલ્મો, ડોકયુમેન્ટરી અને શોર્ટ ફિલ્મોનું દિગ્દર્શન કર્યું હતું.
![]() |
(IMAGE - IANS) |
સત્યજીત રેની કારકિર્દીની શરૂઆત
સત્યજીત રેની પહેલી ફિલ્મ 'પાથેર પાંચાલી' 1955માં રિલીઝ થઈ હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તે ફિલ્મે 11 ઈન્ટરનેશનલ ઍવોર્ડ જીત્યા હતા. તેમજ તે ફિલ્મને કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં પણ સન્માનિત કરવામાં આવી હતી અને બ્રિટિશ મેગેઝિન 'સાઇટ એન્ડ સાઉન્ડ'માં બેસ્ટ 100 ફિલ્મોમાં સામેલ કરવામાં આવી હતી.
સત્યજીત રેના ઍવોર્ડ્સ
અહેવાલો અનુસાર, સત્યજીત રે ભારતીય સિનેમામાં એકમાત્ર એવા ફિલ્મ નિર્માતા હતા જેમને આટલા બધા ઍવોર્ડ્સ મળ્યા હતા. તેમણે તેમની કારકિર્દીમાં 36 નેશનલ ઍવોર્ડ જીત્યા જે તેમને 'ઉત્તરણ', 'આગંતુક', 'ગણશત્રુ', 'ઘરે બાયરે', 'શતરંજ કે ખિલાડી', 'જય બાબા ફેલુનાથ', 'હીરક રાજા દેશે', 'સદગતિ', 'રવીન્દ્રનાથ, ટાગોર', 'કન્યા', 'જલસાગર', 'પાથેર પાંચાલી' જેવી ફિલ્મો માટે આપવામાં આવ્યા હતા. તેમાંથી 6 બેસ્ટ ડિરેક્ટર ઍવોર્ડ અને 30 નેશનલ ઍવોર્ડ બેસ્ટ ફિચર ફિલ્મ માટે હતા.
સત્યજીત રેએ તેમના કરિયરમાં ફક્ત એક જ હિન્દી ફિલ્મ બનાવી હતી. જે તેમણે પ્રેમચંદની નવલકથા 'શતરંજ કે ખિલાડી' પર આધારિત ફિલ્મ બનાવી હતી. આ ફિલ્મ ખૂબ જ પસંદ કરવામાં આવી હતી. જેમાં સંજીવ કુમાર અને સઈદ જાફરીને મુખ્ય ભૂમિકામાં લીધા હતા.
આ પણ વાંચો: મહિલા ઈન્ફ્લુએન્સર વિશે અપશબ્દો બોલનારા કોમેડિયનને અભિનેત્રી કુશા કપિલાએ ઝાટક્યો
સત્યજીત રે ફ્રાન્સના સર્વોચ્ચ નાગરિક સન્માન, 'લીજન ઓફ ઓનર'થી સન્માનિત
1988માં, ફ્રાન્સના તત્કાલીન રાષ્ટ્રપતિ ફ્રાન્સિસ મિટરેન્ડે સત્યજીત રેને ફ્રાન્સના સર્વોચ્ચ નાગરિક સન્માન, 'લીજન ઓફ ઓનર'થી સન્માનિત કરવાનો નિર્ણય લીધો હતો. આશ્ચર્યજનક વાત એ છે કે તે સમય દરમિયાન સત્યજીત રે બીમાર હોવાથી રાષ્ટ્રપતિ ફ્રાન્સિસ મિટરેન્ડે પોતે કોલકાતા આવીને સત્યજીત રેને આ સન્માન આપ્યું હતું. સત્યજીત રેને 'દાદાસાહેબ ફાળકે એવોર્ડ' પણ મળ્યો હતો. ભારત સરકારે 1992માં સત્યજીત રેને મરણોત્તર 'ભારત રત્ન' એનાયત કર્યો હતો.
1949માં, સત્યજીત રેએ બિજોયા રે સાથે લગ્ન કર્યા, જેમની સાથે તેમનો એક પુત્ર સંદીપ રે છે, જે એક ફિલ્મ ડિરેકટર છે. સત્યજીત રેનું 23 એપ્રિલ, 1992ના રોજ અવસાન થયું.