મહિલા ઈન્ફ્લુએન્સર વિશે અપશબ્દો બોલનારા કોમેડિયનને અભિનેત્રી કુશા કપિલાએ ઝાટક્યો
Kusha Kapila Slams Comic Kaviraj Singh: હાલમાં જ સોશિયલ મીડિયા પર કોમેડિયન કવિરાજ સિંહનો એક વીડિયો જોરદાર વાઇરલ થઈ રહ્યો છે. જેમાં તે એક મહિલા ઈન્ફ્લુએન્સરની તુલના એક સેક્સ વર્કર સાથે કરતો જોવા મળે છે. તેના આ વિવાદાસ્પદ જોકથી ઘણા યુઝર્સ તેને ટ્રોલ કરી રહ્યા છે.કોમેન્ટમાં ઘણા યૂઝર્સે પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો છે. આ મામલે ડિજિટલ ક્રિએટર અને એક્ટ્રેસ કુશા કપિલાએ નારાજગી વ્યક્ત કરી છે. કુશાએ ઇન્સ્ટાગ્રામ પર આ બાબતે સ્ટોરી પર શેર કરી છે.
કુશા કપિલાએ કવિરાજની ઝાટકણી કાઢી
કુશા તેના ઈન્સ્ટા સ્ટોરીમાં જણાવ્યું કે , 'સોશિયલ મીડિયા પર મહિલાઓ વિશે વાંધાજનક શબ્દ વાપરવા ખૂબ સામાન્ય થઈ ગયું છે, હવે તો કોમેડિયન માટે જોક મારવાનો આ ટોપિક બની ગયો છે. ઘણી વાર જોયું છે સસ્તી પબ્લિસિટી માટે કોમેડિયન આવા શબ્દોનો પ્રયોગ ખૂબ જ વિચારીને કરતાં હોય છે કારણકે કોમેડિયનને ખબર હોય છે કે આવા શબ્દોનો પ્રયોગ કર્યા પછી તેને ઘણી પબ્લિસિટી મળી શકે છે'.
આ પણ વાંચો: અજય દેવગણની 'સન ઓફ સરદાર 2' નો પહેલા દિવસનો રિપોર્ટ કાર્ડ, જાણો ફ્લોપ કે હીટ
કોમેડિયનને વિચિત્ર લોકોનું સમર્થન પણ મળે છે
કુશાએ આગળ કહ્યું કે, 'સૌથી દુ:ખની વાત એ છે કે આવા કોમેડિયનને લોકોનું સમર્થન પણ મળે છે, લોકો તેણે ડોનેશન પણ આપે છે. આ વિચાર ધરાવતી સંસ્કૃતિ આગળ ખૂબ ભયાનક સાબિત થઈ શકે છે. કુશાએ આગળ જણાવ્યુ કે, 'ડિજિટલ દુનિયામાં મહિલા પર આવો શાબ્દિક હુમલો થવો કોઈ નવી વાત નથી, હું છેલ્લા 7 વર્ષોથી કન્ટેન્ટ બનાવી રહી છું'
આવી માનસિકતાનો અંત આવતો નથી: કુશા
કુશાએ આગળ જણાવ્યું કે, 'મહિલા ગમે તેટલો વિરોધ કરે, આવી માનસિકતાનો અંત આવતો નથી.જે લોકો આવા કોન્ટેન્ટ બનાવી રહ્યા છે તેને સમજવું જોઈએ કે ઓનલાઈન કહેલી વાત ની અસર વાસ્તવિક જીવનમાં પણ પડે છે'